AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Firearm Rules for Air Travel: ફ્લાઇટમાં લાયસન્સવાળી બંદૂક લઈ જવાના નિયમો શું છે? કેટલી ગોળીઓ રાખી શકાય અને કેવી રીતે થાય છે ચેકિંગ?

વારાણસી એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન અચાનક ગોળી ચાલવાની ઘટના બાદ વિમાનમાં હથિયાર લઈ જવાના નિયમો ચર્ચામાં આવ્યા છે. જાણો કેટલી ગોળીઓ લઈ જઈ શકાય અને કયા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

| Updated on: Aug 17, 2026 | 5:35 PM
Share
હવાઈ મુસાફરી દરમિયાન લાયસન્સવાળા હથિયાર કે કારતૂસ સાથે રાખવા બાબતે કરવામાં આવેલી એક નાની બેદરકારી પણ મોટી કાનૂની મુશ્કેલીમાં મૂકી શકે છે. વારાણસી એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન અચાનક થયેલા ફાયરિંગ બાદ આ અંગેના કડક નિયમો ફરી ચર્ચામાં આવ્યા છે. નિયમો અનુસાર ફ્લાઇટમાં હથિયાર લઈ જતા પહેલા એરલાઇનને અગાઉથી જાણ કરવી, હથિયારને સંપૂર્ણ ખાલી (અનલોડ) રાખવું અને તેને મજબૂત બોક્સમાં પેક કરવું ફરજિયાત છે.

1 / 9
વારાણસી એરપોર્ટ પર ગોળી કેવી રીતે ચાલી? આ ઘટના વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે લગભગ 9:30 વાગ્યે બની હતી. કમલેશ રાય નામના મુસાફર તેમની પત્ની સાથે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટથી મુંબઈ જઈ રહ્યા હતા. તેમની પાસે લાયસન્સવાળું હથિયાર હતું, જેની માહિતી તેમણે અગાઉથી આપી દીધી હતી.

2 / 9
ચેકિંગ કાઉન્ટર પર જ્યારે હથિયારની સુરક્ષા તપાસ અને વેરિફિકેશન ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક તેમાંથી એક રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું. ગોળી પહેલા જમીન સાથે અથડાઈ અને ત્યારબાદ નજીક ઉભેલી મહિલા સ્ટાફ સુમનના સાથળના ભાગે વાગી હતી. જ્યારે ગોળીના છરા અન્ય કર્મચારી રોહિત રાજના હાથમાં વાગ્યા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

3 / 9
ઘરેલુ ફ્લાઇટમાં હથિયાર લઈ જવાના નિયમો: સંરક્ષણ નિષ્ણાતના જણાવ્યા મુજબ, ટિકિટ બુક કરતી વખતે જ એરલાઇનને આ અંગે પૂરી માહિતી આપવી જરૂરી છે. ઉપરાંત એરપોર્ટ પર ફ્લાઇટના સમય કરતાં ઓછામાં ઓછા 2 કલાક પહેલાં પહોંચવું પડે છે.

4 / 9
1. ચેક-ઇન લગેજમાં જમા કરાવવું: હથિયાર અને કારતૂસ માત્ર ચેક-ઇન સામાન તરીકે જ જમા કરાવી શકાય છે, તેને કેબિનમાં લઈ જવાની પરવાનગી હોતી નથી. 2. મજબૂત બોક્સમાં પેકિંગ: હથિયારને પેક કરવા માટે ધાતુ, લાકડા કે મજબૂત કાર્ડબોર્ડનું અલગ બોક્સ હોવું ફરજિયાત છે. 3. હથિયાર સંપૂર્ણ ખાલી હોવું જોઈએ: બોક્સમાં મુકતી વખતે ગનનું ચેમ્બર અને મેગેઝિન સંપૂર્ણ ખાલી હોવું જોઈએ, તેમાં એક પણ ગોળી ન હોવી જોઈએ. 4. કારતૂસનું અલગ પેકિંગ: વધુમાં વધુ 50 કારતૂસ હથિયારથી અલગ પેક કરવા પડે છે. હથિયાર અને કારતૂસનું કુલ વજન 5 કિલોગ્રામથી વધુ ન હોવું જોઈએ (શૂટિંગ રમતના ખેલાડીઓ માટે નિયમો અલગ હોય છે). 5. ડિક્લેરેશન પહોંચ: ચેક-ઇન વખતે ભરેલા ફોર્મની એક કોપી પોતાની પાસે સુરક્ષિત રાખવી જરૂરી છે.

5 / 9
વિદેશ જતી ફ્લાઇટ્સ માટેના નિયમો: ભારત બહાર હથિયાર લઈ જવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએ (DGCA) પાસેથી લેખિત મંજૂરી લેવી પડે છે. ભારતનું લાયસન્સ વિદેશમાં માન્ય હોતું નથી, તેથી જે દેશમાં જવાનું હોય ત્યાંના માન્ય પરમિટ અને કસ્ટમ દસ્તાવેજો જરૂરી બને છે.

6 / 9
હથિયાર જમા કરાવવાથી લઈને પરત મેળવવાની પ્રક્રિયા: એન્ટ્રી ગેટ પર CISF અને એરલાઇન સ્ટાફને જણાવવું પડે છે કે તમારી પાસે લાયસન્સવાળું હથિયાર છે. સુરક્ષા અધિકારીઓ એક અલગ રૂમમાં હથિયાર ખાલી છે કે નહીં તે ચકાસે છે અને લાયસન્સ સાથે ગનનો નંબર મેળવે છે. ત્યારબાદ નિયમ મુજબ સુરક્ષિત બોક્સમાં સીલ કરીને તેને વિમાનના કાર્ગોમાં લોડ કરવામાં આવે છે. મુસાફરી પૂર્ણ થયા બાદ ગંતવ્ય એરપોર્ટ પર આ બોક્સ સામાન્ય લગેજ બેલ્ટ પર આવતું નથી. એરલાઇનના સુરક્ષા અધિકારી ઓળખ અને પહોંચ ચકાસીને હથિયાર સીધું સોંપે છે.

7 / 9
મુસાફર અને એરલાઇનની જવાબદારી: મુસાફરની જવાબદારી હથિયાર સંપૂર્ણપણે અનલોડ રાખવાની અને સુરક્ષિત રીતે પેક કરીને લાવવાની છે. જ્યારે એરલાઇનની જવાબદારી ગન લાયસન્સ અને ઓળખપત્રની ઝીણવટપૂર્વક તપાસ કરવાની છે. હથિયારની તપાસ સામાન્ય કાઉન્ટર પર કરવાને બદલે CISFની હાજરીમાં અલગ સુરક્ષિત રૂમ (આઇસોલેશન એરિયા) માં જ થવી જોઈએ.

8 / 9
નિયમોના ભંગ પર શું કાર્યવાહી થઈ શકે? અગાઉથી જાણ કર્યા વિના હથિયાર લાવવા કે અનલોડ ન રાખવા પર આર્મ્સ એક્ટ હેઠળ કેસ અને તાત્કાલિક ધરપકડ થઈ શકે છે. બેદરકારીથી ગોળી છૂટવા કે કોઈ ઇજાગ્રસ્ત થવા પર ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધાય છે. નિયમોના ઉલ્લંઘન પર હથિયાર જપ્ત કરી તેનું લાયસન્સ કાયમ માટે રદ થઈ શકે છે. DGCA સુરક્ષા નિયમોના ભંગ બદલ મુસાફર પર હવાઈ મુસાફરીનો પ્રતિબંધ (ફ્લાઇટ બેન) લગાવી શકે છે. જો એરલાઇન સ્ટાફ સુરક્ષા પ્રોટોકોલ તોડવામાં દોષિત જણાય તો કર્મચારીઓનું સસ્પેન્શન અને એરલાઇન પર ભારે દંડ થઈ શકે છે.

9 / 9

ક્યારેક 52 દરવાજાઓથી ઘેરાયેલું હતું આ ઐતિહાસિક શહેર, જાણો ભારતનું ‘સિટી ઓફ ગેટ્સ’ અને તેના દરવાજાઓનો રસપ્રદ ઇતિહાસ

Follow Us
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video

ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ

અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું

ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video

જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું

Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી

ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ

ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

g clip-path="url(#clip0_868_265)">