AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો, ભારતમાં સૌથી વધુ ‘સોનું’ આપતું ‘રાજ્ય’ કયું છે? નામ સાંભળીને ચોંકી જશો

સોનાના ભંડારને લઈને એક રસપ્રદ માહિતી સામે આવી છે. સામાન્ય રીતે જ્યારે પણ ભારતમાં સોનાના ઉત્પાદનની વાત આવે છે, ત્યારે લોકોના મનમાં રાજસ્થાન કે બિહાર જેવા રાજ્યોના નામ આવતા હોય છે. જો કે, સત્તાવાર આંકડા મુજબ વાસ્તવિકતા તદ્દન અલગ છે.

શું તમે જાણો છો, ભારતમાં સૌથી વધુ 'સોનું' આપતું 'રાજ્ય' કયું છે? નામ સાંભળીને ચોંકી જશો
| Updated on: May 16, 2026 | 8:06 PM
Share

ભારત સહિત વિશ્વભરના દેશો પોતાના ગોલ્ડ રિઝર્વ (સોનાના ભંડાર) પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. ભારતમાં લોકો દેશહિતમાં સોનાની ખરીદી પણ ઓછી કરી રહ્યા છે. આની પાછળ વૈશ્વિક સંકટ જેવા જુદા-જુદા ઘણા કારણો પણ જણાવવામાં આવી રહ્યા છે.

એવામાં જ્યારે ભારતમાં સોનાના ઉત્પાદનની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો રાજસ્થાન, કેરળ કે બિહારનું નામ લે છે પરંતુ હકીકત ચોંકાવનારી છે. શું તમને ખબર છે કે, ભારતનું સૌથી વધુ ‘સોનું’ આપતું રાજ્ય કયું છે?

‘સોનું’ આપતું રાજ્ય કયું?

ખનન મંત્રાલય, ભારત સરકાર અને ભારતીય ખાન બ્યુરો (IBM) ના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં દેશમાં પ્રાથમિક સોનાનું કુલ ઉત્પાદન આશરે 1,552 કિલોગ્રામ હતું, જેમાં કર્ણાટકનું યોગદાન 93% થી વધુ હતું. વર્ષ 2024-25માં સોનાના અયસ્ક (ગોલ્ડ ઓર) ઉત્પાદનમાં કર્ણાટકે 6,42,302 ટનનું યોગદાન આપ્યું હતું, જે દેશના કુલ 7,02,975 ટનના આશરે 91% છે. બાકીનો નાનો હિસ્સો આંધ્રપ્રદેશ અને ઝારખંડનો છે.

ઇન્સ્ટાગ્રામ પર પણ ‘કર્ણાટક’ જવાબ મળ્યો

ઇન્સ્ટાગ્રામ પર @dataful_factly નામના હેન્ડલ પરથી આના વિશે જણાવવામાં આવ્યું હતું. પોસ્ટ મુજબ, ભારતીય ખાન બ્યુરો અનુસાર, ભારતે એપ્રિલ 2024 થી માર્ચ 2025 વચ્ચે 7,02,975 ટન સોનાના અયસ્કનું ઉત્પાદન કર્યું હતું. કર્ણાટક ભારતના સોનાના ખનન ક્ષેત્રમાં મોખરે રહ્યું છે, જે દેશના કુલ સોનાના અયસ્ક ઉત્પાદનનો આશરે 91% (6,42,302 ટન) હિસ્સો ધરાવે છે. ત્યારપછી આંધ્રપ્રદેશ (51,715 ટન) અને ઝારખંડ (8,958 ટન) નું સ્થાન આવે છે.

View this post on Instagram

A post shared by Dataful (@dataful_factly)

કર્ણાટકમાં કઈ જગ્યા પ્રખ્યાત છે?

અહેવાલો અનુસાર, કર્ણાટકની ધરતી પર આવેલી હુત્તી ગોલ્ડ માઇન્સ (રાયચુર) ભારતની એકમાત્ર સક્રિય મોટી સોનાની ખાણ છે. કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (KGF) ઐતિહાસિક રીતે પ્રખ્યાત રહી છે, જ્યાંથી સદીઓ સુધી ભારે માત્રામાં સોનું કાઢવામાં આવ્યું હતું. હુત્તી માઇન્સ કંપની લિમિટેડ (HGML) આ ખાણોનું સંચાલન કરે છે. અહીં આધુનિક ટેકનોલોજીથી અંડરગ્રાઉન્ડ માઇનિંગ (ભૂગર્ભ ખનન) થાય છે. રાજ્યના રાયચુર, કોલાર અને હાવેરી જિલ્લામાં સોનાના મુખ્ય ભંડાર આવેલા છે.

ડિસ્ક્લેમર: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા અને અહેવાલોમાં કરવામાં આવેલા દાવાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

મહિને માત્ર ₹2000 ની બચત અને નિવૃત્તિ સમયે મળશે ₹1.08 કરોડ, જાણો સરકારી ગેરંટીવાળો આ સુપર હિટ પ્લાન

Follow Us
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
TV9 ના અહેવાલની ધારદાર અસર..
TV9 ના અહેવાલની ધારદાર અસર..
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
g clip-path="url(#clip0_868_265)">