AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો ‘વેટર 2.0’, 1.5 કલાક સતત સર્વિસ અને LED આંખો

સ્વાદિષ્ટ પરોઠા અને દેશી સ્વાદ માટે દેશભરમાં પ્રખ્યાત એક લોકપ્રિય હાઇવે ઢાબાએ ટેકનોલોજીની દુનિયામાં ગજબનું કામ કર્યું છે. આ ઢાબામાં હવે માણસોની જગ્યાએ એક હાઇટેક 'રોબોટ વેટર' ગ્રાહકોને ગરમાગરમ ભોજન પીરસી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ રોબોટનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ ફ્યુચરિસ્ટિક વેટર 2.0 ને જોવા માટે ઉમટી રહ્યા છે.

Trending Video: ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', 1.5 કલાક સતત સર્વિસ અને LED આંખો
| Updated on: Aug 18, 2026 | 6:37 PM
Share

દિલ્હી-ચંડીગઢ હાઇવે પર આવેલું મુરથલ (Murthal) તેના સ્વાદિષ્ટ પરોઠા, સફેદ માખણ અને કુલડીવાળી લસ્સી માટે દેશભરમાં પ્રખ્યાત છે. જો કે, હવે મુરથલની ઓળખ માત્ર દેશી ખાવા સુધી સીમિત નથી રહી. અહીંના પ્રખ્યાત ‘રેશમ ઢાબા’ એ એક એવું પગલું ભર્યું છે કે, જેણે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.

રોબોટ વેટરનો વીડિયો થયો ‘વાયરલ’

ઢાબામાં હવે માણસની જગ્યાએ એક રોબોટ વેટર ગ્રાહકોને ભોજન પીરસતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ રોબોટ વેટરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ટ્રેમાં ખાવાનું રાખીને ખૂબ જ સરળતાથી ગ્રાહકોના ટેબલ સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, આ રોબોટને ખાસ કરીને બેંગલુરુની એક ટેક ટીમ દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, જેવા જ કિચનમાં ઓર્ડર તૈયાર થાય છે, ખાવાની ટ્રેને રોબોટના હાથ પર રહેલા ટ્રે હોલ્ડરમાં મૂકી દેવામાં આવે છે.

ત્યારબાદ રોબોટ તેના નેવિગેશન સિસ્ટમ અને સોફ્ટવેર ચિપની મદદથી નક્કી કરેલા રસ્તા પર ચાલતો થઈને કોઈપણ અડચણ વગર સાચા ટેબલ નંબર સુધી પહોંચી જાય છે. ઢાબામાં એક અલગ ઓપરેટર ટીમ તૈનાત કરવામાં આવી છે, જે જરૂર પડે ત્યારે રિમોટ કંટ્રોલથી તેને ગાઇડ કરે છે.

ફાઇબર બોડીથી બનેલા આ રોબોટની આંખોમાં લાલ LED લાઇટ્સ લાગેલી છે, જે તેને ફ્યુચરિસ્ટિક લુક આપે છે. એક વાર ફુલ ચાર્જ થયા પછી તે લગભગ 1.5 થી 2 કલાક સુધી સતત સર્વિસ આપી શકે છે.

રોબોટ બન્યો ‘વેટર’

ઢાબા પર આવતા મુસાફરો અને ખાસ કરીને બાળકો આ રોબોટને જોઈને ખૂબ જ ઉત્સાહિત છે. આમાં જેવો જ રોબોટ ખાવાનું લઈને આવે છે, લોકો ખાતા પહેલા પોતાનો મોબાઈલ કાઢીને વીડિયો બનાવવા અને સેલ્ફી લેવા લાગે છે.

હવે સ્થિતિ એ છે કે, આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર પણ છવાયેલો છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો patiala.helpclub નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. બીજી તરફ, આ વીડિયો પર લોકો ગજબ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, મુરથલના ઢાબા હવે ‘ઢાબા’ નથી રહ્યા, હાઇટેક રેસ્ટોરન્ટ બની ગયેલ છે. અન્ય એક યુઝરે રમુજી અંદાજમાં લખ્યું કે, પરોઠાનો સ્વાદ એ જ છે પરંતુ વેટર 2.0 આવી ગયો છે.

Trending Video : આ વીડિયો જોશો તો ક્યારેય જામફળ નહી ખાઓ, ક્લિપે બધાને ચોંકાવી દીધા

Follow Us
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
g clip-path="url(#clip0_868_265)">