AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાએ જેટલી સિક્સ ફટકારી તેટલી 7 ટીમો સાથે મળીને પણ બરાબરી કરી શકી નહી

Women’s Asia Cup 2026 : ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં 4 મેચ જીતી છે અને ચારે મેચમાં તેમણે 150થી વધારે રન બનાવ્યા છે. જે અન્ય કોઈ પણ ટીમ કરી શકી નથી.

Breaking News: ટીમ ઈન્ડિયાએ જેટલી સિક્સ ફટકારી તેટલી 7 ટીમો સાથે મળીને પણ બરાબરી કરી શકી નહી
| Updated on: Sep 11, 2026 | 9:14 AM
Share

મહિલા એશિયા કપમાં ફરી એક વખત ભારતની દીકરીઓનો દબદબો જોવા મળ્યો છે. આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમે 10મી વખત ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ મહિલા એશિયા કપ 2026ની સેમિફાઈનલમાં બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ભારતની આ સફળતા માત્ર જીત નથી પરંતુ એા આંકડા પણ છે. જે આ જીતનું મોટું કારણ છે. જેમાં સૌથી મહત્વનું સિક્સ ફટકારવાનું. ભારતીય બેટ્સમેનેએ અત્યારસુધી 25 સિક્સ ફટકારી છે. જે ટૂર્નામેન્ટની અન્ય ટીમોથી વધારે છે.

ટીમ ઈન્ડિયાની બેટિંગ શાનદાર

UAEમાં ચાલી રહેલી આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ શાનદાર જોવા મળી રહી છે.કોઈ એવી મેચ રહી નથી. જેમાં દીકરીઓએ સારું પ્રદર્શન કર્યું ના હોય. દરેક મેચમાં ઓછામાં ઓછા બે બેટ્સમેનોએ જીત મેળવવા માટે પૂરતા રન બનાવ્યા છે. ભારતીય ટીમે દરેક મેચમાં 150 થી વધુ રન બનાવ્યા છે, જેમાં આવી ઇનિંગ્સનો ફાળો છે, અને છગ્ગા મારવા સ્વાભાવિક છે.

સૌથી વધારે સિક્સ

ભારતે અત્યારસુધી ગ્રુપ સ્ટેજ અને સેમિફાઈનલ મેળવી કુલ 4 મેચ રમી છે. આંકડા દર્શાવે છે કે, ભારતીય બેટ્સમેનોએ આ 4 મેચમાં કુલ 25 સિક્સ ફટકારી છે. જેમાં સૌથી વધારે 9 સિક્સ ઓપનર શેફાલી વર્મા અને 7 સિક્સ તેની પાર્ટનરશીપ સ્મૃતિ મંધાનાએ ફટકારી છે. તો ટૂર્નામેન્ટની બાકી 7 ટીમો સાથે મળીને પણ 25 સિક્સ ફટકારી શકી નથી.આ 7 ટીમોએ કુલ 13 સિક્સ ફટકારી છે. ટુંકમાં ભારતની સંખ્યાથી અડધી સિક્સ આ 7 ટીમોએ ફટકારી છે. જેમાં શ્રીલંકાએ 5 અને પાકિસ્તાને માત્ર 3 સિક્સ ફટાકારી છે. તો હોન્ગ કોંગ અને યુએઈ એવી 2 ટીમો છે. જેમણે એક પણ સિક્સ ફટકારી નથી.

View this post on Instagram

ટૂર્નામેન્ટમાં ટોપ પર

માત્ર સિક્સ ફટકારવામાં જ નહી પરંતુ રન બનાવવામાં પણ ભારતીય ખેલાડી આ ટૂર્નામેન્ટમાં ટોપ પર છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન શેફાલીના નામે છે. જેમણે 4 ઈનિગ્સમાં 168 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદી સામેલ છે. બીજા નંબર પર 154 રનની સાથે સ્મૃતિ મંધાના છે. જ્યારે ત્રીજા નંબર પર બાંગ્લાદેશની શોભના મોસ્તરી 95 છે. તો વિકેટના મામલે દિગ્ગજ સ્પિનર દીપ્તિ શર્મા 11 વિકેટની સાથે ટોપ પર છે. જ્યારે બીજા સ્થાને શ્રીલંકાની કેપ્ટન ચામરી અટાપટ્ટુ 9 અને ત્રીજા સ્થાને ભારતની શ્રી ચરણી 8 વિકેટ છે.

Breaking News : એશિયા કપમાં ભારતનો દબદબો, 10મી વખત ફાઇનલમાં એન્ટ્રી, બાંગ્લાદેશને 40 રનથી હરાવ્યું અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">