Breaking News : બિટકોઈન પર હવે તમને લોન મળશે ! ક્રિપ્ટો લેન્ડિંગ શું છે અને તેના ફાયદા તેમજ ગેરફાયદા શું છે?
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની સાથે, ક્રિપ્ટો લેન્ડિંગનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. સરળ શબ્દોમાં આને ડિજિટલ એસેટ્સ સામે ઉધાર અથવા લોન લીધી તેવું કહેવાય. હવે ચાલો જાણીએ કે, આ ક્રિપ્ટો લેન્ડિંગના ફાયદા અને ગેરફાયદા શું છે.

સૂત્રો મુજબ, બિટકોઇનને ભવિષ્યનો ડોલર કહેવામાં આવી રહ્યો છે. બીજીબાજુ, ક્રિપ્ટોકરન્સીને ગ્લોબલ પેમેન્ટની ભાવિ વ્યવસ્થામાં કહેવામાં આવી રહી છે.

હવે આ દાવાઓ વચ્ચે, સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટો લેન્ડિંગ ઝડપથી વધી રહ્યું છે. ક્રિપ્ટો લેન્ડિંગ એટલે ક્રિપ્ટોકરન્સીના બદલામાં ઉધાર અથવા લોન લેવી. બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત તમામ DeFi એટલે કે ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ પ્લેટફોર્મ આ સુવિધા પૂરી પાડે છે.

ક્રિપ્ટો લેન્ડિંગ બ્લોકચેન અને ક્રિપ્ટો સ્પેસમાં ઝડપથી વિકસતું એક સેગમેન્ટ છે. આમાં, પરંપરાગત લોનની જેમ જ ડિજિટલ એસેટ્સના બદલામાં લેવડદેવડ થાય છે.

ક્રિપ્ટો લેન્ડિંગ વાસ્તવમાં DeFi પ્લેટફોર્મ અથવા એક્સચેન્જ દ્વારા બિટકોઇન જેવી કરન્સીને ગીરવે મૂકીને આપવામાં આવતી લોન છે. આનાથી યુઝર્સને તાત્કાલિક લોન મળી જાય છે. આ ઉપરાંત, ઘણા પ્લેટફોર્મ એવા છે કે જે કંઈપણ ગીરવે મૂક્યા વિના લોન આપે છે, જેને ફ્લેશ લોન કહેવામાં આવે છે.

જણાવી દઈએ કે, આ આખી પ્રક્રિયા સ્માર્ટ કોન્ટ્રાક્ટ દ્વારા થાય છે. Binance અને CoinDCX જેવા પ્લેટફોર્મ ભારતમાં ક્રિપ્ટો લેન્ડિંગને સપોર્ટ કરે છે.

ક્રિપ્ટોકરન્સીની જેમ ભારતમાં ક્રિપ્ટો લોન પણ અનરેગ્યુલેટેડ (અનિયંત્રિત) છે. આવા વ્યવહારો કોઈપણ નિયમનકારી માળખા હેઠળ આવતા નથી.

જો કે, જ્યારે તમે ક્રિપ્ટોકરન્સી લેવડદેવડને રૂપિયામાં ફેરવો છો અને બેંક ખાતામાં જમા કરો છો, ત્યારે તમારે તે વ્યવહાર પર 30 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડે છે. આવી સ્થિતિમાં, જો તમે ક્રિપ્ટોકરન્સી સામે લોન લેવા માંગતા હોવ અને ક્રિપ્ટો એક્સચેન્જની બહારની દુનિયામાં જો તેનો ઉપયોગ કરવા માંગતા હોવ, તો તે ખૂબ ખર્ચાળ સાબિત થઈ શકે છે.

ક્રિપ્ટો લોન ઘણીવાર મિનિટોમાં ફંડનું ઍક્સેસ પ્રદાન કરે છે. ખાસ કરીને, જેમને તાત્કાલિક રોકડની જરૂર હોય તેમના માટે આ એક ગજબ વિકલ્પ છે.

ક્રિપ્ટો લોન માટે કોઈ ક્રેડિટ હિસ્ટરી તપાસવામાં આવતી નથી. આવી સ્થિતિમાં, તમને મળેલી લોન સંપૂર્ણપણે તમારી પાસે કેટલી ક્રિપ્ટોકરન્સી છે તેના પર આધાર રાખે છે. તમે ઘણીવાર ફક્ત તમારા દેશમાં જ બેંક લોન મેળવી શકો છો પરંતુ ક્રિપ્ટો લેન્ડિંગ તમને વિશ્વમાં ગમે ત્યાં લોન લેવાની સ્વતંત્રતા આપે છે.

બીજીબાજુ જોઈએ તો, ક્રિપ્ટો બજાર ખૂબ જ અસ્થિર હોય છે. વોલેટાઇલ એસેટ્સ પર ઉપલબ્ધ લોન તેના વાસ્તવિક મૂલ્ય કરતા ઘણી ઓછી હોઈ શકે છે. જો કે, તે તમે કઈ કરન્સીને ગીરવે મૂકીને લોન લઈ રહ્યા છો તેના પર પણ આધાર રાખવામાં આવે છે.

ક્રિપ્ટો લેન્ડિંગની સમગ્ર પ્રક્રિયા સ્માર્ટ કોન્ટ્રાક્ટ દ્વારા ચાલે છે. હવે આમાં એક સમસ્યા એ છે કે, આવા કોન્ટ્રાક્ટ હેક થઈ શકે છે. આવી સ્થિતિમાં, કોન્ટ્રાક્ટનું પરિણામ તમારી વિરુદ્ધ જઈ શકે છે, જે તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

જ્યારે તમે બિટકોઈન અથવા કોઈપણ ક્રિપ્ટોકરન્સીને ગીરવે મૂકીને લોન લો છો, ત્યારે તમે તે એસેટ્સ પરથી નિયંત્રણ ગુમાવી દો છો. ક્રિપ્ટો લેન્ડિંગના વ્યાજ દર ખૂબ ઊંચા હોય છે. આ ઉપરાંત તે અનરેગ્યુલેટેડ પણ છે. આથી, લેન્ડર (ધિરાણકર્તા) કોઈપણ સમયે શરતો બદલી શકે છે.
(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
