લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો ન ઘરનો રહ્યો ન ઘાટનો, જાણો કેમ ?
તેજ પ્રતાપને રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને તેમના પરિવારમાંથી છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે જનશક્તિ જનતા દળની સ્થાપના કરી હતી. તેમણે બિહારમાં 43 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી મોટાભાગે RJDના યાદવ પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારોને પડકારવા માટે હતા.

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવ્યા છે. આરજેડી પાર્ટીના વડા તેજસ્વી યાદવ મહુઆ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા છે,લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો તેજ પ્રતાપ યાદવની પાર્ટી જન શક્તિ જનતા દળે પણ આ ચૂંટણીમાં અનેક સીટો પર તેના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

બિહાર વિધાનસભાની ચૂંટણી 2025 ખુબ રસપ્રદ રહી છે. એનડીએ અને મહાગંઠબંધનમાં સરકાર બનાવવાને લઈ સીધી ટક્કર હતી. તો નાની -નાની પાર્ટીઓ પણ મોટા ચેહરોઓને મેદાનમાં ઉતારી વિરોધી પાર્ટીઓને પરસેવો પડાવી દીધો હતો.

લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર તેજસ્વીએ તેમના પિતાનો વારસો પકડી રાખ્યો છે. મહાગઠબંધને તેમને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા. પરિણામે, લાલુના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

તેજ પ્રતાપે સ્વચ્છ રાજકારણને આગળ ધપાવવાના પોતાના ઇરાદાને દર્શાવતા, પોતાનો નવો પક્ષ, જનશક્તિ જનતા દળ (JJD) સ્થાપ્યો છે. હવે, બંને ભાઈઓ સામસામે છે. આ વખતે પરિણામો તેજ પ્રતાપ હાર્યા છે ત્યારે તેની રાજકીય કારકિર્દીની દિશા પણ નક્કી કરશે.

લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો ન ઘરનો રહ્યો ન ઘાટનો કારણ કે, એક તો તેની પર્સનલ લાઈફમાં પણ પત્નીને લઈ અનેક ઉતાર -ચઢાવ રહ્યા છે.

ત્યારે બીજી બાજુ પિતાએ પાર્ટીથી દુર કર્યા છે. ત્યારે તેમણે પોતાનું પોલિટિક્સ કરિયર પણ બરબાદ કર્યું છે. હાથે કરી પોતાના પગ પર જ કુહાડો મારવાનું કામ કર્યું છે.

તેજ પ્રતાપ યાદવ 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી જેએસજેડી ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. તેમની ઉંમર 36 વર્ષ છે અને તેમણે 12મું ધોરણ પાસ કર્યું છે. તેમની સામે 8 કેસ નોંધાયેલા છે. તેમની કુલ સંપત્તિ 2.9 કરોડ રૂપિયા છે, જ્યારે તેમનું દેવું 0 રૂપિયા છે. (ALL Photo : PTI)
માતા અને પિતા રહી ચૂક્યા છે સીએમ, આવો છે તેજ પ્રતાપ યાદવનો પરિવાર અહી ક્લિક કરો