તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી ? આ મહત્વપૂર્ણ દસ્તાવેજ ચકાસવા માટે ઘરે બેઠા આટલું કામ અવશ્ય કરો
આધાર કાર્ડ આજે બધા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કાર્ડથી તમે સરકારી સેવાનો લાભ મેળવી શકો છો અને તેનો ઉપયોગ ઓળખના પુરાવા તરીકે પણ કરી શકો છો. એવામાં ચાલો જાણીએ કે, તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી....

આધાર કાર્ડ અસલી છે કે નકલી તે તપાસવું હવે ખૂબ જ સરળ બની ગયું છે. UIDAI દ્વારા એક નવી Aadhaar App લોન્ચ કરવામાં આવી છે, જેનો ઉપયોગ આધાર નંબરને ઓથેન્ટિકેટ કરવા માટે થઈ શકે છે. ખાસ વાત એ છે કે, કોઈપણ વ્યક્તિ આ એપ ઇન્સ્ટોલ કરી શકે છે. આ મોબાઇલ એપમાં ઘણી સુવિધાઓ મળી રહે છે.

સરકારી સંસ્થા 'યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા'એ (UIDAI) Aadhaar App નામની એક નવી એપ લોન્ચ કરી છે. આમાં કેટલાક નવા ફીચર્સનો સમાવેશ થાય છે અને તે mAadhaar એપથી તદ્દન અલગ છે.

Aadhaar એપમાં તમે આધાર કાર્ડની પ્રાઇવસી, નંબર અને જન્મતારીખને પણ હાઇડ કરી શકો છો. આમાં કોઈ બીજા વ્યક્તિના આધાર કાર્ડને ઓથેન્ટિકેટ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

એન્ડ્રોઇડ અને iOS ના એપ સ્ટોરમાં ઉપલબ્ધ Aadhaar App ઓપન કરતાં નીચેની તરફ બે વિકલ્પ મળે છે, જેમાંથી એક Scan QR છે. આ ઓપ્શનની મદદથી તમે કોઈ બીજા વ્યક્તિના આધાર કાર્ડ પર પ્રિન્ટેડ ક્વિક રિસ્પોન્સ કોડ (QR Code) સ્કેન કરી શકો છો. મોબાઇલમાં QR Code ની મદદથી મૂળ આધાર કાર્ડની ઓરિજનલ વિગતો તરત જ જોવા મળશે.

Aadhaar App પર ઘણી સુવિધાઓ પ્રદાન મળી આવે છે, જે તમારા આધાર કાર્ડને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. આની મદદથી આધાર કાર્ડ શેર કરતાં પહેલાં જરૂરિયાત પૂરતી કેટલીક વિગતોને હાઇડ કરી શકાય છે.

નવી Aadhaar App નો ઉપયોગ કરીને આધાર હોલ્ડર્સ તેમના બાયોમેટ્રિક્સને લોક અને અનલોક કરી શકે છે. વધુમાં બાયોમેટ્રિક હિસ્ટરી પણ ચેક કરી શકો છો.
દેશ અને દુનિયાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
