AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનું સસ્તું થયું એ તો માત્ર ટ્રેલર હતું, અસલી પિક્ચર હવે શરૂ થશે… ગોલ્ડ લોન કંપનીઓ પર તોળાઈ રહ્યું છે ‘સૌથી મોટું સંકટ’

બજારમાં સોનાના ભાવ ઘટતા જ સામાન્ય માણસ ખુશ છે પણ શું આ ખુશી પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? અત્યારે સોનું સસ્તું થયું એ તો માત્ર એક 'ટ્રેલર' છે, અસલી પિક્ચર તો હવે શરૂ થશે.

| Updated on: Mar 30, 2026 | 3:57 PM
Share
ભારતમાં સોનાના ભાવમાં આવેલો ઘટાડો હવે માત્ર રોકાણકારો માટે જ નહીં પરંતુ ગોલ્ડ લોન કંપનીઓ માટે પણ મોટો ખતરો બની રહ્યો હોય તેવું જણાય છે. ફિચ રેટિંગ્સ (Fitch Ratings) ના તાજેતરના અહેવાલે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, જો આ ઘટાડો લાંબો ચાલશે, તો કંપનીઓ માટે રિસ્ક કંટ્રોલ કરવું મુશ્કેલ બની જશે, જેના કારણે તેમની આવક અને રિકવરીમાં મોટો ઘટાડો આવી શકે છે. ખાસ કરીને એવી લોન જે ઊંચા ભાવે આપવામાં આવી હતી, તે અત્યારે સૌથી વધુ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે.

1 / 5
Fitch ના જણાવ્યા અનુસાર, સોનાના ભાવમાં અત્યાર સુધીનો ઘટાડો હજુ મોટી સમસ્યા બન્યો નથી પરંતુ જો કિંમતો સતત ઘટતી રહેશે, તો લોનની સામે ગીરો રાખેલા સોનાની કિંમત ઘટી જશે. આની સીધી અસર કંપનીઓના "કોલેટરલ બફર" પર પડશે. ટૂંકમાં, જે સિક્યુરિટીના ભરોસે લોન આપવામાં આવી છે, તેની તાકાત નબળી પડી શકે છે. ભારતમાં ગોલ્ડ લોન પર LTV (Loan-to-Value) ની મહત્તમ મર્યાદા 75% નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે, જો સોનાની કિંમતમાં 25% સુધીનો ઘટાડો આવે, તો પણ કંપનીઓને મૂળ રકમ પર નુકસાન જશે નહીં. જો કે, જ્યારે તેમાં વ્યાજ (વાર્ષિક 15%-20%) ઉમેરવામાં આવે છે, ત્યારે આ બફર ઘટીને માત્ર 5%-10% જ રહી જાય છે. સારી વાત એ છે કે, મોટાભાગની કંપનીઓ 75% કરતા ઓછા LTV પર લોન આપે છે, જે તેમને વધારાની સુરક્ષા પૂરી પાડે છે.

2 / 5
કંપનીઓ સામાન્ય રીતે જ્વેલરીની વેલ્યુ માત્ર તેમાં રહેલા સોનાના આધારે જ નક્કી કરે છે. તેઓ તેમાં રહેલા રત્નો (gems) કે મેકિંગ ચાર્જને ગણતરીમાં લેતી નથી, જેના કારણે સોનાની અસલી વેલ્યુ વધારે રહે છે અને જોખમ ઓછું થાય છે. આ સિવાય, જો સોનાના ભાવ ઘટે છે, તો કંપનીઓ ગ્રાહકો પાસે 'ટોપ-અપ' (વધારાનું માર્જિન) માંગે છે, જેથી લોન LTV મર્યાદાની અંદર જળવાઈ રહે. એવામાં જો સોનાની કિંમતો સતત ઘટતી રહે અને સાથે સાથે લોન લેનારાઓની આવક પણ નબળી પડે, તો ડિફોલ્ટ (લોન ન ભરવાનું પ્રમાણ) વધી શકે છે. આવી સ્થિતિમાં કંપનીઓએ સોનાની વધુ હરાજી કરવી પડી શકે છે અને તેની રિકવરી વેલ્યુ પણ ઘટી શકે છે. બીજું કે, જો બજારને એવું લાગે કે કિંમતો હજુ પણ ઘટશે, તો હરાજીમાં પણ સોનાના યોગ્ય ભાવ ન મળવાનું જોખમ ઊભું થઈ શકે છે.

3 / 5
હાલમાં ગોલ્ડ લોન કંપનીઓની આવક મજબૂત છે, કારણ કે તેમનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (Net Interest Margin) ઘણું સારું છે પરંતુ જો ડિફોલ્ટ વધે અને સોનાના ભાવમાં ઝડપથી ઘટાડો આવે, તો વ્યાજની રિકવરી કરવી મુશ્કેલ બની શકે છે. અમુક કિસ્સામાં તો લોનની મૂળ રકમ પર પણ જોખમ ઊભું થઈ શકે છે.

4 / 5
ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નવા નિયમો 1 એપ્રિલ 2026 થી અમલમાં આવી શકે છે. આ નિયમો હેઠળ LTV ની ગણતરી માત્ર આપેલી લોન પર નહીં પરંતુ કુલ ચૂકવવાપાત્ર રકમ (મુદ્દલ + વ્યાજ) પર કરવામાં આવશે. આનાથી "ઈન્ટરેસ્ટ ક્રીપ" (વ્યાજ વધવાને કારણે વધતું જોખમ) ઘટશે અને કંપનીઓએ સમયસર પગલાં લેવા પડશે. જો કે, આ ફેરફારને કારણે પ્રોડક્ટની ફ્લેક્સિબિલિટી ઘટી શકે છે અને કામગીરી થોડી જટિલ બની શકે છે. મુથૂટ ફાઇનાન્સ, મણપ્પુરમ ફાઇનાન્સ, IIFL ફાઇનાન્સ અને કેપ્રી ગ્લોબલ કેપિટલ જેવા મોટા પ્લેયર્સ પર બજારની નજર રહેશે. એમાંય જે કંપનીઓએ સોનાના ઊંચા ભાવ સમયે આક્રમક રીતે લોન આપી છે, જેમનું માર્જિન ઓછું છે અથવા જેનું કલેક્શન સિસ્ટમ નબળું છે, તેમણે વધુ દબાણ સહન કરવું પડી શકે છે.

5 / 5

Breaking News : અંતે તિજોરી ખોલવી પડી… 25 વર્ષમાં પહેલીવાર આ શક્તિશાળી દેશે કેમ વેચવું પડ્યું પોતાનું ‘સોનું’?

Follow Us
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video

તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે

ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video

કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી

ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક

કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત

સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો

ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી

ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ

સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં

g clip-path="url(#clip0_868_265)">