ડાકોરમાં ભક્તોની જીત! ‘વિકાસ’ના નામે ભાવવધારો શ્રદ્ધાળુઓને મંજૂર નથી, વિવાદ વકરતા ટ્રસ્ટે 2 મહિના સુધી નિર્ણય ખેંચ્યો પાછો – જુઓ Video
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મનોરથના ભાવમાં કરાયેલા તોતિંગ વધારાને લઈને ભક્તો અને પૂજારીઓમાં ફાટી નીકળેલા આક્રોશ સામે આખરે મંદિર ટ્રસ્ટને નમવું પડ્યું છે. 'વિકાસ'ના નામે 4 ગણો ભાવ વધારો ઝીંકી દેનારા ટ્રસ્ટીઓએ ભારે વિરોધ બાદ પીછેહઠ કરવી પડી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મનોરથના ભાવ વધારાને લઈને સર્જાયેલા વિવાદમાં અત્યારે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડાકોર મંદિરના ટ્રસ્ટી ગિરીશ દાણી અને પૂજારી સેવકો વચ્ચે યોજાયેલી બેઠક બાદ નિર્ણય લેવાયો છે કે, આગામી બે મહિના સુધી મનોરથોનો નવો ભાવ વધારો લાગુ કરવામાં આવશે નહીં.
8 મેના રોજ ટેમ્પલ કમિટી દ્વારા મનોરથોના ભાવમાં સીધો 4 ગણો વધારો કરી દેવામાં આવતા પૂજારીઓ અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે ટ્રસ્ટી ગિરીશ દાણીએ નિવેદન આપ્યું હતું કે, તેમનો ઉદ્દેશ્ય ભાવ વધારો કરીને ડાકોરનો વિકાસ કરવાનો છે પરંતુ હાલના વિરોધને જોતા બે મહિના સુધી આ વધારો ટાળવામાં આવ્યો છે.
Breaking News : આણંદમાં ₹98 લાખના ખર્ચે બનેલી ટાંકીઓનું કૌભાંડ આવ્યું સામે ! ખુલાસા બાદ ચાલ્યુ દાદાનું બુલડોઝર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
Follow Us
Latest Videos
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
