Breaking News : કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું 26 મે આસપાસ કેરળમાં પ્રવેશ કરવાની શક્યતા છે. જોકે, આ આગાહીમાં અંદાજે ચાર દિવસનો ફેરફાર થઈ શકે છે.
દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું 26 મે આસપાસ કેરળમાં પ્રવેશ કરવાની શક્યતા છે. જોકે, આ આગાહીમાં અંદાજે ચાર દિવસનો ફેરફાર થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, અંડમાન સમુદ્ર અને અંડમાન-નિકોબાર દ્વીપસમૂહના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.
આ ઉપરાંત પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) હાલ મધ્ય ટ્રોપોસ્ફેરિક પશ્ચિમ પવનોમાં સક્રિય છે. તેમજ નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો પ્રવર્તી રહ્યા હોવાથી હવામાનમાં બદલાવ જોવા મળી શકે છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ચોમાસાની ગતિ વધુ તેજ બનવાની સંભાવના છે.
ગાંધીનગરના કલોલ GIDC માં દુર્ઘટના : કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
