Stock Market: કંપનીના એક એલાનથી IT શેરમાં જોરદાર ઉછાળો, લિસ્ટિંગ બાદ પહેલી વાર શેરધારકોને મળશે ‘બોનસ’
મંગળવારે આઇટી કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. શેર 15.01% વધીને ₹380 ના ઇન્ટ્રા-ડે હાઇ પર પહોંચ્યો. આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ કંપની દ્વારા બોનસ શેરની જાહેરાત કરવામાં આવી તે હોઈ શકે છે.

સ્મોલ-કેપ આઇટી કંપનીએ શેરધારકોને ફ્રી શેર વહેંચવા માટે લીલી ઝંડી આપી દીધી છે, જેના કારણે રોકાણકારો આ શેર ખરીદવા માટે તલપાપડ થયા છે. એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, શેરધારકોને 1:10 ના રેશિયોમાં બોનસ શેર આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે, શેરધારકોને દરેક 10 શેર ઉપર 1 બોનસ શેર મફતમાં મળશે.

ગયા વર્ષે ઓગસ્ટમાં લિસ્ટિંગ થયા પછી કંપનીનો આ પહેલો બોનસ શેર ઇશ્યુ છે. જો કે, હજુ સુધી રેકોર્ડ તારીખ જાહેર કરવામાં આવી નથી. કંપની તેની બોર્ડ મીટિંગમાં આ જાહેરાત કરે તેવી અપેક્ષા છે.

કંપનીએ શેરધારકોને માહિતી આપી હતી કે, 1:10 બોનસ ઇશ્યૂ ટૂંક સમયમાં ફાળવવામાં આવશે. આ માટે 4.16 કરોડ રૂપિયાનું ફંડ કેપિટલાઈઝેશન સિક્યોરિટીઝ પ્રીમિયમ એકાઉન્ટમાંથી ખર્ચ કરવામાં આવશે. આ આખી પ્રોસેસ કંપની એક્ટ 2013 અને સેબી નિયમોના અનુસંધાને પૂર્ણ કરવામાં આવશે.

ધ્યાન રાખવા જેવું એ છે કે, કંપની રેકોર્ડ તારીખ પછીથી જાહેર કરવાની છે. કંપનીનો સ્ટેન્ડઅલોન P/E Ratio 31.26 અને P/B Value 5.11 છે. બીજીબાજુ EPS 12.08 અને રિટર્ન ઓન ઇક્વિટી (RoE) 16.35 જેટલો છે. એક વર્ષનો બીટા 1.2 છે, જે હાઇ વોલેટિલીટી દર્શાવે છે.

ટ્રેન્ડલાઇનના ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2025 સુધીમાં કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો 73.24% હતો. Orient Technologies Ltd ના શેર હાલમાં ₹395.25 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. એક અઠવાડિયામાં આ કંપનીના શેર લગભગ 10% વધ્યા છે. જો કે, આ સ્ટોકે ગયા વર્ષે 22% નું નકારાત્મક રિટર્ન આપ્યું છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
