Travel Ideas: માત્રને માત્ર 5000માં કરી શકો છો આ સ્થળોની સફર
ટ્રાવેલિંગ(Travelling) કોને પસંદ નથી હોતું, પરંતુ કેટલીકવાર લોકો પોતાના બજેટના કારણે ટ્રિપ પર જવાનું કેન્સલ પણ કરી દે છે. આવી સ્થિતિમાં અમે તમને ભારતના કેટલાક એવા પર્યટન સ્થળો વિશે જણાવીએ જ્યાં તમે 5000 રૂપિયામાં મુસાફરી કરી શકશો છો.
મસૂરીઃ દિલ્હીમાં અથવા તેની આસપાસ રહેતા લોકો ઓછા બજેટમાં મસૂરી જઈ શકે છે. અહીં પહોંચવા માટેનું ભાડું માત્ર 1000 રૂપિયા થશે અને અહીં તમને 700 થી 800 રૂપિયામાં રૂમ મળી શકે છે.
1 / 5
ઋષિકેશઃ આને શ્રેષ્ઠ પર્યટન સ્થળ માનવામાં આવે છે અને અહીં રહેવું પણ ઘણું સસ્તું છે. તમે ઋષિકેશમાં ઘણી એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકો છો અને તેના માટે વધારે પૈસા પણ નહીં લાગે.
2 / 5
શિમલા: ભલે તે હનીમૂન ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, પરંતુ જો તમે ઇચ્છો તો 5000 રૂપિયામાં અહીંની સફર પૂરી કરી શકો છો. ઑફ સિઝનમાં આ સ્થળની મુલાકાત લો, કારણ કે આ સમય દરમિયાન તમને સસ્તા રૂમ પણ મળી શકે છે
3 / 5
વારાણસીઃ ધાર્મિક નગરીમાં ફરવાની એક અલગ જ મજા છે. ઉત્તર પ્રદેશનું આ શહેર ઘણું વ્યાજબી માનવામાં આવે છે અને અહીં રહેવા માટે તમને ધર્મશાળા અથવા મઠ પણ મળશે. જો તમે રૂમ લેવા માંગો છો, તો તમે તેને માત્ર 200 રૂપિયામાં મેળવી શકો છો.
4 / 5
આગ્રાઃ તાજમહેલને કારણે આગ્રા ભલે એક ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ હોય, પરંતુ અહીં ફરવાના બીજા ઘણા કારણો છે. આ જગ્યાએ રહેવું અને જમવું બંને બજેટમાં પતી શકે છે. જે લોકો દિલ્હી કે તેની આસપાસ રહે છે તેઓ અહીં આવીને એક દિવસમાં સફર પૂર્ણ કરી શકે છે અને તેના માટે વધારે ખર્ચ પણ નહીં થાય.