ગરમીમાં તુરીયા ખાવાથી થાય છે ગજબના ફાયદા જાણો અહીં 

10 May, 2024 

Image - Socialmedia

ઉનાળાની ઋતુમાં મળતા લીલા શાકભાજીમાં તુરીયાનો પણ સમાવેશ થાય છે. મોટાભાગના લોકોને તે પસંદ નથી હોતા, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

Image - Socialmedia

તુરીયામાં વિટામિન-બી6, વિટામિન-સી, પ્રોટીન, ફાઈબર, આયર્ન, સોડિયમ, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

Image - Socialmedia

તુરીયામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, તેથી તે ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખે છે.

Image - Socialmedia

તેનું સેવન કરવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો જાણીએ ઉનાળામાં તુરીયા ખાવાના ફાયદા.

Image - Socialmedia

તુરીયામાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

Image - Socialmedia

જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારા આહારમાં તુરીયાને સામેલ કરો તેમાં કેલરીની માત્રા ઓછી હોય છે, સાથે જ તેમાં ફાઈબર વધુ હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

Image - Socialmedia

તુરીયા કે જેમાં હાજર ફાઈબર પેટ અને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. આ ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને પેટ યોગ્ય રીતે સાફ થાય છે.

Image - Socialmedia

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તુરીયાનું શાક બેસ્ટ છે જેને ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

Image - Socialmedia