ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા

10 May, 2024

એશિયાના બે અગ્રણી ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિમાં ભારે ઘટાડો નોંધાયો છે.

જો આપણે બંનેની સાથે મળીને વાત કરીએ તો અંબાણી-અદાણીએ 1 લાખ કરોડથી વધુનું નુકસાન વેઠ્યું છે.

22 એપ્રિલથી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નેટવર્થમાં 58 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.  

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ 22 એપ્રિલે અંબાણીની કુલ સંપત્તિ 114 બિલિયન ડૉલર હતી, જે ઘટીને 107 બિલિયન ડૉલર થઈ ગઈ છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે અને અંબાણી વિશ્વમાં 11મા સ્થાને છે.

બીજી તરફ ગૌતમ અદાણીની સંપત્તિમાં 22 એપ્રિલથી 47 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 22 એપ્રિલે અદાણીની નેટવર્થ $98.8 બિલિયન હતી, જે ઘટીને $93.2 બિલિયન થઈ ગઈ છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી વિશ્વના ટોપ 15માં છે.