મિનિટોમાં શેરની કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર

10 May, 2024

કંપની શેરબજારમાં પ્રવેશી એન્ટ્રી લેતાની સાથે જ કંપનીના શેરની કિંમત લગભગ બમણી થઈ ગઈ.

તેણે પહેલા જ દિવસે રોકાણકારોના પૈસા બમણા કરી દીધા હતા. ખરેખર, સ્ટોરેજ ટેક્નોલોજી અને ઓટોમેશન IPOનું લિસ્ટિંગ થયું છે.

સ્ટોરેજ ટેક્નોલોજીસ એન્ડ ઓટોમેશન લિમિટેડના શેર બુધવારે બજારમાં 90 ટકાના પ્રીમિયમ સાથે રૂપિયા 148.20 પર લિસ્ટ થયા હતા.

જ્યારે IPO હેઠળ સ્ટોરેજ ટેક્નોલોજીસની પ્રાઇસ બેન્ડ રૂપિયા 78 હતી. લિસ્ટિંગ બાદ કંપનીના શેર પર 5 ટકા અપર સર્કિટ લાગી હતી.

5 ટકાની અપર સર્કિટ બાદ તેના શેરની કિંમત 155.59 રૂપિયા પર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં તેના શેર પ્રાઇસ બેન્ડથી લગભગ બમણા ભાવે પહોંચી ગયા છે.

શુક્રવારે આ શેરની કિંમત 138.13 પર ટ્રેડ થઈ રહી હતી.

આ નાની કંપનીનો IPO 30 એપ્રિલ 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો.  

સ્ટોરેજ ટેક્નોલોજી અને ઓટોમેશન ઓક્ટોબર 2010માં શરૂ કરવામાં આવ્યું હતું. કંપની સ્ટોરેજ રેકિંગ સિસ્ટમના વ્યવસાયમાં છે.

કંપનીના પબ્લિક ઈસ્યુ કુલ રૂપિયા 29.95 કરોડ હતું, જે એક SME IPO હતો અને તે BSE પર લિસ્ટેડ હતો.

આ IPO ને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને 278 થી વધુ વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો. રિટેલ રોકાણકારોએ તેને 242.74 વખત સબસ્ક્રાઇબ કર્યું હતું.