Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેસેલિનની નાનકડી ડબ્બી છે ખૂબ કામની, સ્કિન ડ્રાય થતી રોકવા સાથે આ 5 રીતે ઉપયોગ કરી શકાય છે, જુઓ

ઠંડીનો ચમકારો શરુ થતા જ વેસેલિનની ડબીઓ ખૂલવા લાગતી હોય છે. દરેક ઘરે શિયાળામાં વેસેલિનનો વપરાશ ઠંડી ઋતુના દિવસોમાં જોવા મળતો હોય છે. ઠંડીના દિવસોમાં ચામડી ડ્રાય થતી હોવાથી બચવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેને નેચરલ વેક્સ અને મિનરલ ઓઈલ દ્વારા તૈયાર કરવામાં આવે છે. વેસેલિન લગાવવાથી ત્વચાને શિયાળામાં રાહત રહે છે અને તેના અનેક ફાયદા થતા હોય છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Dec 17, 2023 | 6:59 PM
વેસેલિનની નાનકડી ડબી શિયાળાની ઋતુમાં ખૂબ જ કામની ચિજ છે. શિયાળાની ઠંડી શરુ થતા જ દરેક ઘરમાં તેનો ઉપયોગ જોવા મળતો હોય છે અને એટલે જ તે ઘરમાં હાથવગી રાખવામાં આવે છે. નાનકડી આ ડબી દરેક ઘર માટે ખૂબ જ કામની છે અને એટલે જ તેના મહત્વના ફાયદા વિશેની વાત અહીં બતાવીશું. પહેલા તો એ જાણી લો કે, વેસેલિન એટલે કે પેટ્રોલિયમ જેલી સંપૂર્ણ રીતે નેચરલ હોય છે. જેને ત્વચા પર લગાવવાથી કોઈ જ નુક્સાન થતુ હોતુ નથી. તે એક નેચરલ વેક્સ અને મિનરલ ઓઈલ વડે તૈયાર કરવામાં આવે છે. જે લગાવવાથી ત્વચાને ભેજ મળે છે અને શુષ્કતા દૂર કરે છે.

1 / 6
વેસેલિનનો ઉપયોગ ચહેરાના સ્ક્રબ માટે પણ કરી શકાય છે. આ માટે થોડુ કરકરુ મીંઠું વેસેલિનમાં ભેળવી દો અને બાદમાં તેને ત્વચા પર હળવો હળવો મસાજ કરો. જેનાથી તમારી ત્વચા પર રહેલા ડેડ સેલ્સ દૂર થઈ જશે. આમ ત્વચા પણ એકદમ સાફ અને ચમકીલી જોવા મળશે. ચહેરા પર ગ્લો પણ જોવા મળશે.

2 / 6
જો તમારી પલક નાની છે, તો એના માટે પણ વેસેલિનનો ઉપયોગ તમને કામ આવી શકે છે. આ માટે તમારે નિયમિત રુપથી પલક પર વેસેલિનનો ઉપયોગ જરુરી છે. આમ કરવાથી લાંબી અને ચમકદાર દેખાશે.

3 / 6
ચમકીલી ત્વચા સૌ કોઈ ઈચ્છે છે. આમ કરવા માટે તમારે દરરોજ રાત્રે સુતા પહેલા વેસેલિનને ચહેરા પર લગાવવુ જરુરી છે. રોજ રાતે થોડુંક વેસેલિન લગાવવાથી ત્વચાનો નિખાર વધશે અને એકદમ ચમકદાર તેમજ ગોરો ચહેરો જોવા મળશે.

4 / 6
માત્ર ત્વચા જ નહીં પરંતુ વાળના માટે પણ ખાસ કામની ચિજ છે વેસેલિન. જો તમારા વાળ કર્લી છે અને તેને તમારે સીધા કરવા હોય તો વેસેલિનનો આ ઉપયોગ શરુ કરો અને પછી જુઓ તેનો ફાયદો. કર્લી વાળ પર વેસેલિન લગાવો, તે સ્ટ્રેટ થવા લાગશે. સાથે જ વાળના ફાટેલા છેડાં પણ વેસેલિન ઠીક કરી દેશે.

5 / 6
શિયાળો જ નહીં પરંતુ અનેક લોકોને બારે મહિના પોતાની કોણીને લઈ સમસ્યા રહેતી હોય  છે. આ સમસ્યા કોણી કાળી હોવાની સતાવતી હોય છે. આ માટે વેસેલિનનો ઉપયોગ કરો અને કોણી પર લગાવવાથી સાફ અને મુલાયમ જોવા મળી શકે છે. આ માટે રાત્રે પેટ્રોલિયમ જેલી લગાવીને બે મિનિટ માટે હળવા હાથ મસાજ કરો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">