અક્ષયથી લઈને જેક્લીન સુધી, તમારા મનપસંદ સેલેબ્સ બોલીવુડમાં આવ્યા પહેલા કરતા હતા કંઈક બીજું કામ

બોલીવૂડમાં ઘણા એવા અભિનેતા છે જેઓએ પહેલા પીરસવાનું કે મજુરીનું કામ કર્યું હોય. અમિતાભથી માંડીને અક્ષય કુમારના જીવનમાં ઘણું સ્ટ્રગલ રહ્યુ છે. ચાલો જાણીએ તેમના વિશે.

  • tv9 webdesk37
  • Published On - 14:14 PM, 1 Apr 2021
1/10
સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને એક શિપિંગ ફર્મમાં કામ કર્યું હતું. આ સિવાય તેમણે બ્રોકર તરીકે પણ કામ કર્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે અમિતાભ જેમનો અવાજ આજે દરેકનો પ્રિય છે, તેને ઓલ ઇન્ડિયા રેડિયો પર ન્યૂઝ રીડરના માટે નકારી કાઢવામાં આવ્યો હતો.
2/10
બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની પાસે આજે કોઈપણ ફિલ્મને પોતાની રીતે હીટ બનાવવાની ક્ષમતા છે. ફિલ્મો પહેલા અક્ષયે વેઈટર, રસોઇયા, સેલ્સમેનથી માંડીને મોર્સેલ આર્ટ સુધીનું કામ કર્યું હતું.
3/10
જેકલીન ફર્નાન્ડિઝને બોલિવૂડની સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. ફિલ્મ્સમાં કામ કરતા પહેલા, જેક્લીન શ્રીલંકામાં ટીવી રિપોર્ટર હતી.
4/10
ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંત આખા દેશમાં કોઈ ઓળખની જરૂર નથી. જાતે જ ખ્યાતિ પ્રાપ્ત કરનાર આ ફિલ્મ સ્ટારે કૂલી, બસ કંડક્ટરથી લઈને સુથારકામ સુધીનું કામ કર્યું છે.
5/10
દરેક જહોન અબ્રાહમ વિશે જાણે છે કે તે ફિલ્મોમાં કામ કરતા પહેલા એક મોડેલ હતા, પરંતુ થોડા જ લોકો જાણે છે કે જ્હોન અગાઉ તેના ખર્ચ માટે મીડિયા પ્લાનર તરીકે કામ કરી ચૂક્યો છે.
6/10
રણવીર સિંહ આજે ભલે બોલીવૂડના બીગ સ્ટાર હોય. પરંતુ ઓછા લોકોને ખબર હશે કે ફિલ્મોમાં આવ્યા પહેલા તે એક એડ એજન્સીમાં કોપીરાઇટ હતા.
7/10
અભિનેત્રી પરિણીતી ચોપડા બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા લંડનની એક ફર્મમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર રહી ચૂકી છે.
8/10
બોમન ઈરાનીએ 2003 માં આવેલી ફિલ્મ મુન્ના ભાઈ એમબીબીએસથી બોલિવૂડમાં ધૂમ મચાવી ચુક્યા છે. બોમન અગાઉ મુંબઇની ફાઇવ સ્ટાર હોટલમાં સપોર્ટ સ્ટાફ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
9/10
અરશદ વારસી ફિલ્મોમાં આવ્યા પહેલા ડોર ટુ ડોર કોસ્મેટિક્સ વેચતા હતા. તેમણે તેમના પરિવારને આર્થિક મદદ આપવા ફોટો લેબમાં પણ કામ કર્યું હતું.
10/10
અભિનયમાં પોતાની ભૂમિકા સાબિત કરનાર નવાઝુદ્દીન સિદ્દીકીએ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન, નવાઝે પોતાનો ખર્ચ નીકાળવા માટે ચોકીદારથી માંડીને કેમિસ્ટ સુધી કામ કર્યું.