આજે તમે અમદાવાદના આ વિસ્તારમાં જવાનો પ્લાન કરી રહ્યા હો તો ના જતા, ટ્રાફિકમાં ફસાઈ જશો, આ રહ્યો વૈકલ્પિક માર્ગ, જુઓ તસવીરો
અમદાવાદમાં આજે શનિવારે એટલે કે 7 ડિસેમ્બર 2024ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવાનો રોડ બંધ કરવામાં આવ્યો છે. જાણો તેનું શુ છે કારણ અને સ્ટેડિયમ તરફ જવા માટે ક્યો વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે.

વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલીવાર ધાર્મિક સંસ્થાનો આટલો મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, સીએમ સહિતના રાજકીય દિગ્ગજો પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં વિશ્વના 30 દેશોમાં સેવારત એક લાખથી વધુ કાર્યકરોને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 2000થી વધુ સ્વયંસેવકો વિવિધ રજૂઆતો કરશે. BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવનો મુખ્ય કાર્યક્રમ 3 કલાક ચાલશે. જેમાં આખું ક્રિક્રેટનું ગ્રાઉન્ડ જ પ્રસ્તુતિ મંચ બનશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 1 વાગ્યાથી કાર્યકરોનું આગમન થવાનું હોવાથી આ રસ્તાને બંધ કરવામાં આવ્યો છે. જેથી અહીં ટ્રાફિક જામ ન થાય. અમદાવાદ પોલીસે જાહેરનામુ બહાર પાડી આ રુટ ડાયવર્ટની માહિતી આપી હતી.

જે લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના રસ્તા પરથી અવરજવર કરતા હોય તે લોકોએ તપોવન સર્કલથી ONGC ચારરસ્તાથી પાવર હાઉસ બાજુ જઈ શકે છે. જ્યારે કૃપા ટીથી ભાટ કોટેશ્વર થઈ એપોલો સર્કલ તરફ અવર - જવર કરી શકાશે. જોકે એસપી રિંગ રોડ પર નાના ચિલોડાથી એપોલો સર્કલ સુધીના રોડ પર ભારે વાહનનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

BAPS સંસ્થાના કાર્યકર સુવર્ણ મહોત્સવ દરમિયાન ક્રાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ તે વિસ્તારમાં રહેતા સ્થાનિકોને ત્યાં અવર જવર માટે છૂટ આપવામાં આવી છે.
