AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : બનાસકાંઠામાં ધોતી-કુર્તા પહેરીને આ કાકા આપે છે અંગ્રેજીમાં કોમેન્ટ્રરી, ક્રિકેટર્સ પણ છે તેમના ફેન

શૂટ બુટ અને ટાઈ સાથે ક્રિકેટની કોમેન્ટ્રી બોલતા કોમેન્ટટેર તો જોયા હશે પરંતુ એક એવા કોમેન્ટટેર પણ છે જેઓ દેશી લુકમાં રિચિ બેનોની સ્ટાઇલમાં કોમેન્ટ્રી આપે છે.ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નજીક આવેલ વાવ તાલુકાના ફાગણી ગામમાં રહેતા દેવજીભાઈ ધોરણ સાત પાસે પરંતુ તેઓ 58 વર્ષની ઉંમરે પણ અંગ્રેજી અને હિન્દીમાં ક્રિકેટની કોમેન્ટ્રી કરે છે. ક્રિકટર્સ પણ તેમની કોમેન્ટ્રીના ફેન છે. ચાલો જાણીએ તેમના વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 11:48 PM
Share
હાથમાં રેડિયો, માથે લાલ પાઘડી અને ધોતી કુર્તો પહેરીને ખાટલા પર બેઠેલા દેવજીભાઈ હેગડે માત્ર ધોરણ 7 પાસ છે, પરંતુ તેઓ અંગ્રેજી ભાષામાં  ક્રિકેટની કોમેન્ટ્રી માટે સમગ્ર દેશમાં જાણીતા છે. તેમણે 250થી પણ વધુ યુવાનોને ક્રિકેટની કોમેન્ટ્રી બોલતા શીખવાડ્યા છે.

1 / 5
 ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નજીક આવેલા વાવ તાલુકાના ફાગણી ગામમાં રહેતા દેવજીભાઈ ધોરણ 7 પાસ છે, પરંતુ તેઓ 58 વર્ષની ઉંમરે પણ અંગ્રેજી અને હિન્દીમાં ક્રિકેટની કોમેન્ટ્રી કરે છે.  ક્રિકેટર્સ પણ તેમની કોમેન્ટ્રીના ફેન છે. તેમને દેશની ઘણી લોકલ ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રરી માટે આમંત્રણ મળે છે.

2 / 5
દેવજીભાઈ હેગડેના જીવન પર નજર કરીએ તો કપિલદેવની કેપ્ટનશીપમાં 1983માં જ્યારે ભારતની ટીમ વર્લ્ડકપ રમવા માટે વેસ્ટ ઇન્ડીઝ ગઈ, તે દરમિયાન દેવજીભાઈ હેગડે રેડિયો પર કોમેન્ટ્રી સાંભળતા હતા અને રેડિયો પર કોમેન્ટ્રી સાંભળતા-સાંભળતા તેમને કોમેન્ટટેર બનવાનું સપનું જોયું. દેવજીભાઈનો પરિવાર ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ હોવાથી ધોરણ સાત પાસ કરીને દેવજીભાઈ અભ્યાસ છોડીને પોતાના પિતા અને ભાઈ સાથે ખેતી કરવા લાગ્યા અને તે દરમિયાન તેઓ રેડિયો પણ સાંભળતા અને રેડિયો સાંભળતા સાંભળતા તેમને કોમેન્ટટેર બનવાનું સપનું પણ જોયું હતું.

3 / 5
1983માં કપિલદેવની કેપ્ટનશીપમાં જ્યારે ભારત વર્લ્ડ કપ જીત્યું તેના પછી તો તેમણે નિર્ધારિત કરી લીધું કે, મારે કોમેન્ટટેર જ બનવું છે અને તેઓ રેડિયો પર ક્રિકેટ ટૂર્નામેન્ટોની કોમેન્ટ્રી તેમજ અંગ્રેજી ભાષામાં સમાચારો સાંભળતા ગયા અને રેડિયો સાંભળતા સાંભળતા તેઓ અંગ્રેજી અને હિન્દીમાં કોમેન્ટ્રી બોલતા પણ શીખી ગયા. તેમને અંગ્રેજીના કેટલાક શબ્દોમાં મુશ્કેલી પડતી હતી. તેઓ પોતાના ગામના શિક્ષક પાસે ગયા અને શિક્ષકની શિખામણ તેમજ અંગ્રેજીના પુસ્તકનો અભ્યાસ કર્યો અને તેઓ અંગ્રેજી ભાષા પણ શીખી ગયા.

4 / 5
વર્ષ 1990માં રાજકોટ ખાતેની ઇન્ટરનેશનલ મેચ દરમિયાન દેવજીભાઈની તેમના ગુરુ રીચી બેનોની સાથે મુલાકાત પણ થઈ હતી. દેવજીભાઈના કપિલ દેવ, દિલીપ વેગેસકર, મહેન્દ્ર અમરનાથ, અઝરુદ્દીન, ઇરફાન પઠાણ, મુન્નાફ પટેલ જેવા ક્રિકેટરો સાથે પણ સારા સંબંધ છે અને આ ક્રિકેટરો સામે પણ તેમણે દેશી અંદાજમાં કોમેન્ટ્રી પર કરી છે.

5 / 5
Follow Us
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી

મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે

g clip-path="url(#clip0_868_265)">