23 જુલાઈથી શરૂ થયેલી ટોક્યો ઓલિમ્પિક્સ રવિવારે તેના સમાપન પર પહોંચી. ટોક્યો ઓલિમ્પિક ભારત માટે શાનદાર રહ્યું છે. ભારતે 6 ઓલિમ્પિક મેડલ જીતવાનો તેનો અગાઉનો રેકોર્ડ તોડ્યો અને આ વખતે ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યા. ટોક્યો ઓલિમ્પિકના સમાપન સમારોહમાં કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યુ
ટોક્યો ઓલિમ્પિકના સમાપન સમારોહ દરમિયાન આખું સ્ટેડિયમ રંગબેરંગી રોશનીથી જળહળતુ હતું. ટોક્યો ઓલિમ્પિકના અંતિમ અધ્યાયની શરૂઆત સ્ટેડિયમમાં આતશબાજીથી થઈ હતી. સમાપન સમારોહની શરૂઆત 17 દિવસની સ્પર્ધાઓના સારાંશ આપતા વિડીયોથી થઈ હતી. આયોજકોએ "અસંખ્ય વ્યક્તિઓનો" આભાર વ્યક્ત કર્યો જેમણે ઓલિમ્પિક ગેમ્સને સમાપન સમારોહ તરફ દોરી જવામાં મદદ કરી
સમાપન સમારોહમાં ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ભારતનો તિરંગો પકડ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક્સ ભારત માટે ઐતિહાસિક રહી. બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.
ટોક્યો ઓલિમ્પિક સમાપન સમારોહ દરમિયાન ભારતીય ટુકડી. રવિ દહિયા અને બજરંગ પુનિયા સાથે સેલ્ફી લેતા ભારતીય રમતવીરો. ભારત ચોક્કસપણે સાત મેડલ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઉજ્જવળ ભવિષ્ય તરફ જોઈ શકે છે.
ટોક્યો ઓલિમ્પિકના સમાપન સમારોહમાં બાકીના દેશો સાથે ભારતના તિરંગા સાથે કૂચ કરતા કુસ્તીબાજ બજરંગ પુનિયા. એક ગોલ્ડ ઉપરાંત ભારતે ટોક્યોમાં બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.
ટોક્યો ઓલિમ્પિક્સના સમાપન સમારોહ દરમિયાન દુનિયા એક વર્તુળમાં દેખાઈ હતી સમારંભનો મુખ્ય સંદેશ એ હતો કે રમતો ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલશે. સમગ્ર ઓલિમ્પિક ગેમ્સ ખાસ કોવિડ પ્રોટોકોલ હેઠળ યોજવામાં આવી હતી.
આગામી ઓલિમ્પિક રમતોત્સવ 2024 માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાશે. આ રમત 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી પેરિસમાં આયોજિત કરવાની દરખાસ્ત છે. પેરિસ ઓલિમ્પિકનો ધ્વજ ટોક્યો ઓલિમ્પિકમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ટોક્યો ઓલિમ્પિક 2020 કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવી હતી, અને 2021 માં શિફ્ટ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Surat : ઓલિમ્પિકમાં હારીને પણ લોકોનુ દિલ જીતનાર મહિલા હોકી ટીમના દરેક ખેલાડીને, સવજી ઘોળકીયા 2.50 લાખ આપશે
આ પણ વાંચો :Neeraj Chopra પર શુભેચ્છાનો વરસાદ જારી, ટીમ ઇન્ડીયાથી લઇ પાડોશી દેશના ક્રિકેટરોએ કહ્યુ છવાઇ ગયો