Neeraj Chopra પર શુભેચ્છાનો વરસાદ જારી, ટીમ ઇન્ડીયાથી લઇ પાડોશી દેશના ક્રિકેટરોએ કહ્યુ છવાઇ ગયો
નિરજ ચોપરા (Neeraj Chopra) એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં જ્યારે ભારતીય એથલેટના ઇતિહાસનુ પાનાને લખી રહ્યો હતો. ત્યારે ટીમ ઇન્ડીયા ઇંગ્લેન્ડ સામે નોટિંગહામમાં લડી રહી હતી.
નિરજ ચોપરાનુ (Neeraj Chopra) નામ આ સમયે ભારતમાં જ નહી પરંતુ દુનિયાભરમાં ગુંજી રહ્યુ છે. જાપાનના શહેર ટોક્યોમાં યોજાઇ રહેલ ઓલિમ્પિક રમતોમા, આ ભારતીય લાલે બેમિસાલ કમાલ કરી દેખાડ્યો છે. તેના આ કમાલને લઇને વિરાટ કોહલ (Virat Kohli) ની ટીમ ઇન્ડીયાથી લઇને શ્રીલંકન ક્રિકેટ (Sri Lanka Cricket) ના ખેલાડીઓ નિરજના ગુણગાન કરી રહી છે. નિરજ ચોપડા ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં જ્યારે, ભારતીય એથલેટિક્સ (Athletics) ના ઇતિહાસનુ નવુ પાનુ લખી રહ્યો હતો, ત્યારે ટીમ ઇન્ડીયા ઇંગ્લેન્ડ સામે લડી રહી હતી.
જેવી નોટિંગહામ ટેસ્ટ રોકાઇ કે તુરત જ ભારતીય ખેલાડીઓએ એથલેટિક્સ હિરો નિરજ ચોપરાને શુભેચ્છાઓ આપવામાં વાર ન લગાડી. વિરાટ કોહલીની ટીમમાંથી શુભેચ્છા પાઠવવામાં અગ્રેસર રહ્યો હતો, વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant). તેણે ટ્વીટ કરીને કહ્યુ હતુ, ટોક્યોમાં ઇતિહાસ રચાઇ ગયો છે. ભારતના ગોલ્ડન બોયે મોટુ કામ કર્યુ છે. આ ઉપલબ્ધી મોટી છે, અમને સૌને નિરજ ચોપરાના આ કમાલ પર ગર્વ છે. પંત ઉપરાંત અશ્વિને લખ્યુ, નિરજ ચોપરા, તમે કરોડો ભારતીયોને ગૌરવવંત કર્યા છે.
History created in Tokyo! What an achievement, @Neeraj_chopra1, the whole nation is united in celebrating what you have just gone and done! India’s Golden boy, you have made us all proud! #TeamIndia #Tokyo2020 pic.twitter.com/QqyS26uMH1
— Rishabh Pant (@RishabhPant17) August 7, 2021
A track and field medal that will inspire a billion people and beyond. So so proud of @Neeraj_chopra1 🥇🙏 and I hope this will inspire more young ones to make sport a way of life. #IND #Olympics pic.twitter.com/PHVK4z93le
— Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) August 7, 2021
ભારતથી લઇને શ્રીલંકા સુધી વાગ્યો ડંકો
ભારતીય ક્રિકેટરો ઉપરાંત નિરજ ચોપરાને શુભેચ્છા સંદેશાઓ પાડોશી દેશના ક્રિકેટરોથી પણ આવવા લાગ્યા હતા. પાકિસ્તાનથી નહી પરંતુ, શ્રીલંકાના ક્રિકેટરો તરફથી. શ્રીલંકાના દિગ્ગજ ધમ્મિકા પ્રસાદે ટ્વીટ કરીને કહ્યુ, એ ફર્ક નથી પડતો કે, જીતનારો ક્યાનો છે. ખુશી એ વાતની છે કે, દક્ષિણ એશિયાઇ રમતોનો કોઇ એથલેટ એ ગોલ્ડ મેડલ જીત્યો છે. શુભેચ્છા નિરજ ચોપરા.
Doesn’t matter where he’s from, only matters one of our south Asian region won the gold medal, congratulations to @Neeraj_chopra1 for his @Olympics gold medal from # javelin throw #gold 👏👏👏👏👏 pic.twitter.com/i8p7dXw2Oz
— Dhammika Prasad (@imDhammika) August 7, 2021
વર્ષ 2016માં વિશ્વ ચેમ્પિયનશિપનુ ટાઇટલ નિરજ ચોપરા જીત્યો હતો. ત્યારબાદ જ તેણે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાને, ગોલ્ડ મેડલની ભવિષ્યવાણી કરી દીધી હતી. તેણે કહ્યુ હતુ કે, હું રિયો નથી જઇ શકતો કારણ કે, મારુ ફોકસ ટોક્યો પર છે. તેણે જે કહ્યુ તે હકીકતમાં કરી દેખાડ્યુ.