Baba Vanga Prediction : આ વર્ષથી જ માનવ સભ્યતાનો અંત થવાની શરુઆત…આ વર્ષ સુધીમાં વિશ્વનો થઇ જશે વિનાશ
તમને જણાવી દઈએ કે બાબા વેંગાને બાલ્કન્સના નાસ્ત્રેદમસ કહેવામાં આવે છે. તેમનો જન્મ 1911 માં થયો હતો અને તેઓ કથિત રીતે સચોટ આગાહીઓ કરતા હતા. તે બાળપણથી જ જોઈ શકતા નહોતા, પરંતુ તેમની પાસે ભવિષ્ય જોવાની શક્તિઓ હતી.

બાબા વેંગાની અત્યાર સુધી ઘણી આગાહીઓ સાચી પડી છે. તેમને બાલ્કન્સના નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે. બાબા વેંગાની એક ચોંકાવનારી આગાહી સામે આવી છે, જેનાથી લોકો ડરી ગયા છે. એવી આગાહી કરવામાં આવી છે કે વિનાશક ઘટનાઓ 2025 ના વર્ષથી જ શરૂ થશે, જે માનવતાના પતન તરફ દોરી જશે.

તમને જણાવી દઈએ કે બાબા વેંગાને બાલ્કન્સના નાસ્ત્રેદમસ કહેવામાં આવે છે. તેમનો જન્મ 1911 માં થયો હતો અને તેઓ કથિત રીતે સચોટ આગાહીઓ કરતા હતા. તે બાળપણથી જ જોઈ શકતા નહોતા, પરંતુ તેમની પાસે ભવિષ્ય જોવાની શક્તિઓ હતી.

આ ક્ષમતાઓને કારણે તે સૌપ્રથમ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લોકોના ધ્યાન પર આવી હતી અને બલ્ગેરિયન ઝાર બોરિસ ત્રીજા અને સોવિયેત નેતા લિયોનીદ બ્રેઝનેવ જેવા વ્યક્તિઓએ તેમની સાથે વ્યક્તિગત રીતે સલાહ લીધી હોવાનું કહેવાય છે.

તેમનું અવસાન 1996માં થયું હતું. તેમની ઘણી આગાહીઓ સાચી પડી છે. ઉદાહરણ તરીકે બાબા વેંગાએ રાજકુમારી ડાયનાના મૃત્યુ, રશિયન સબમરીન કુર્સ્કના ડૂબવા અને 9/11ના આતંકવાદી હુમલાની આગાહી કરી હોવાનું કહેવાય છે.

અહેવાલો અનુસાર, આ વિનાશ આવતા વર્ષે યુરોપમાં એક સંઘર્ષથી શરૂ થશે જે ખંડની વસ્તીનો નાશ કરશે. આગામી વર્ષ માનવોના અંતની શરૂઆત હશે. તે જ સમયે 5079 માં વિશ્વનો સંપૂર્ણ અંત આવશે.

બાબા વેંગાએ 2025માં યુરોપમાં યુદ્ધની આગાહી કરતા કહ્યું છે કે માનવતાના વિનાશની શરૂઆત કરનારી ઘટના યુરોપમાં સંઘર્ષથી શરૂ થશે, જે ખંડની વસ્તીનો નાશ કરશે. આ ઉપરાંત, 2033માં હિમનદીઓ પીગળવાનું શરૂ થશે અને પછી વિશ્વભરમાં સમુદ્રનું સ્તર ભયંકર રીતે વધશે. 2076માં દુનિયામાં ડાબેરીવાદ પાછો આવશે.

આ ઉપરાંત, 2130માં માનવજાત પહેલી વાર એલિયન્સ સાથે સંપર્ક કરશે, જ્યારે 2170માં દુનિયા મોટા દુષ્કાળનો સામનો કરશે. બાબા વેંગાએ આગાહી કરી છે કે દુનિયાના અંતનો પહેલો ભાગ 3797 સુધીમાં થશે. ત્યાં સુધીમાં પૃથ્વી રહેવા યોગ્ય રહેશે નહીં. તે જ સમયે, દુનિયાનો વાસ્તવિક અંત 5079 સુધીમાં થશે.

(નોંધ- આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.)
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. ભક્તિના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
