Stock Market : ઓગસ્ટમાં ઉત્સવની તૈયારી કરો, બોનસ અને સ્પ્લિટની બમ્પર તકો આવી રહી છે; આ સ્ટોક્સ રોકાણકારોના હોટ ફેવરિટ
ઓગસ્ટમાં કેટલીક કંપનીઓ તેમના રોકાણકારોને એક ખાસ ગિફ્ટ આપવાની તૈયારી કરી રહી છે. આ ગિફ્ટ એવી છે કે, જે તમારી પાસે રહેલા શેરની સંખ્યા વધારી શકે છે. ટૂંકમાં, ઓગસ્ટ મહિનામાં આ સ્ટોક્સ પર રોકાણકારો નજર રાખશે અને તગડું પ્રોફિટ કમાશે.

કલ્પના કરો કે, તમે સવારની ચા પી રહ્યા છો અને અચાનક જ તમને ખબર પડે કે તમારા પોર્ટફોલિયોમાં શેરની સંખ્યા કંઈપણ ખરીદ્યા વિના બમણી થઈ ગઈ છે તો? હા, આ કોઈ જાદુ નથી પરંતુ શેરબજારની એક રસપ્રદ ઘટના છે, જેને 'સ્ટોક સ્પ્લિટ' અને 'બોનસ ઇશ્યૂ' કહેવામાં આવે છે.

આવી સ્થિતિમાં તમારા રોકાણનું કુલ મૂલ્ય સહેજ પણ વધતું નથી પરંતુ તમારી પાસે રહેલા જે શેર છે તેની સંખ્યામાં વધારો થાય છે. એવામાં ચાલો જાણીએ કે, ઓગસ્ટ મહિનામાં રોકાણકારોની નજર કયા શેર પર રહેશે.

India Glycols: ઇન્ડિયા ગ્લાયકોલ્સે ઓગસ્ટમાં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. કંપની ગ્રીન કેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, નેચરલ ગમ્સ, સ્પિરિટ અને ન્યુટ્રાસ્યુટિકલ્સના ઉત્પાદનમાં રોકાયેલી છે. કંપનીના બિઝનેસ સેગમેન્ટમાં ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ, પર્ફોર્મન્સ કેમિકલ્સ, દારૂ ઉત્પાદન અને ફાર્માનો સમાવેશ થાય છે.

કંપની 1:2 ના ગુણોત્તરમાં સ્ટોક સ્પ્લિટ કરશે એટલે કે 10 રૂપિયાના એક શેરને 5 રૂપિયાના બે શેરમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે કંપની તેના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં સુધારો કરશે. આમાં શેરધારકો અને રેગ્યુલેટરી મંજૂરીની જરૂર પડશે. આની રેકોર્ડ ડેટ 12 ઓગસ્ટ, 2025 નક્કી કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં, કંપનીએ રોકાણકારોને 516 ટકાનો નફો આપ્યો છે. શુક્રવાર, 1 ઓગસ્ટના રોજ કંપનીના શેર રૂ. 1666 પર બંધ થયા હતા.

નાણાકીય રીતે, Q4 FY-2025 માં કંપનીની આવક 6.8% ઘટીને રૂ. 6 અબજ થઈ ગઈ, જ્યારે ચોખ્ખો નફો 52.4% વધીને રૂ. 640 કરોડ થયો. તાજેતરમાં, કંપનીએ ગોરખપુર સ્થિત ડિસ્ટિલરી અને બાયોફ્યુઅલ પ્લાન્ટની ક્ષમતા પણ વધારી છે.

HDFC Bank: HDFC બેંકે તેના ઇતિહાસમાં પહેલીવાર બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે. દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાં ગણાતી HDFC બેંક 1:1 ના ગુણોત્તરમાં બોનસ શેર આપશે એટલે કે દરેક 1 શેર પર 1 વધારાનો શેર આપવામાં આવશે. આની રેકોર્ડ ડેટ 27 ઓગસ્ટ 2025 નક્કી કરવામાં આવી છે.

FY-2026 ના Q1 ના પરિણામો અનુસાર, બેંકની આવક રૂ. 531.7 બિલિયન રહી છે, જે ગયા વર્ષે રૂ. 405.1 બિલિયન હતી. નેટ પ્રોફિટ 12.2% વધીને રૂ. 181.6 બિલિયન થયું છે. બેંકે તાજેતરમાં આવેલા તેના IPO માંથી HDB ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આંશિક હિસ્સો વેચ્યો છે, જેનાથી અંદાજિત રૂ. 91.3 બિલિયનનો ટ્રાન્ઝેક્શન લાભ થયો છે.

પાંચ વર્ષમાં કંપનીએ રોકાણકારોને 95 ટકાનો નફો આપ્યો છે. શુક્રવારે કંપનીના શેર રૂ. 2012 પર બંધ થયા. Q1 FY26 માં નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 3.35% હતું, જે અગાઉના ક્વાર્ટરમાં 3.46% હતું.

Karur Vyas Bank: કરુર વ્યાસ બેંકે 1:5 ના ગુણોત્તરમાં બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે. ટૂંકમાં દરેક 5 શેર પર 1 વધારાનો બોનસ શેર મળશે. આની રેકોર્ડ ડેટ 26 ઓગસ્ટ 2025 રાખવામાં આવી છે. શુક્રવારે કંપનીના શેર રૂ. 259 પર બંધ થયા હતા, જ્યારે છેલ્લા પાંચ વર્ષના રિટર્ન પર નજર કરીએ તો, કંપનીએ 640 ટકા નફો આપ્યો છે.

નાણાકીય વર્ષ 2026 ના પહેલા ક્વાર્ટરમાં બેંકે ₹ 10.8 બિલિયનની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અને રૂ. 5.2 બિલિયનનું નેટ પ્રોફિટ નોંધાવ્યુ છે. આ ઉપરાંત, બેંકની એસેટ ક્વોલિટીમાં સુધારો થયો છે, નેટ NPA 42% ઘટીને ₹ 1.7 બિલિયન થઈ છે.

વધુમાં MCX અને અદાણી પાવર પણ 1 ઓગસ્ટ, 2025 ના રોજ તેમના સ્ટોક સ્પ્લિટ પ્રસ્તાવ પર વિચાર કરશે. જો આને મંજૂરી આપવામાં આવે છે, તો બજારમાં વધુ હલચલ જોવા મળી શકે છે. જો તમે ઓગસ્ટ 2025 માં શેરબજારમાં ખાસ દાવ રમવા માંગો છો, તો આ શેરોને તમારી વોચલિસ્ટમાં રાખી શકો છો.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
