આ રક્ષાબંધન રાશિ પ્રમાણે રાખડી બાંધો, ભાઈની કિસ્મત ચમકી ઉઠશે અને સફળતા દોડી આવશે
'રક્ષાબંધન' હિન્દુ ધર્મનો ખાસ તહેવાર છે. દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહેનો તેમના ભાઈને રાખડી બાંધે છે. શાસ્ત્રો અનુસાર, રક્ષાબંધન પર તમારા ભાઈને રાશિ પ્રમાણે રાખડી બાંધવી ખૂબ જ શુભ મનાય છે.

'રક્ષાબંધન' હિન્દુ ધર્મનો ખાસ તહેવાર છે. દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહેનો તેમના ભાઈને રાખડી બાંધે છે. શાસ્ત્રો અનુસાર, રક્ષાબંધન પર તમારા ભાઈને રાશિ પ્રમાણે રાખડી બાંધવી ખૂબ જ શુભ મનાય છે. એવામાં ચાલો જાણીએ કે, રાશિ પ્રમાણે તમારા ભાઈને કયા રંગની રાખડી બાંધવી જોઈએ.

મેષ રાશિના લોકોએ લાલ રંગની રાખડી બાંધવી જોઈએ. લાલ રંગની રાખડી પ્રેમનું પ્રતીક છે અને તે ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવે છે.

જે લોકોની રાશિ વૃષભ છે, તેમણે પોતાના કાંડા પર સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ. આનાથી ભાઈની કિસ્મત ખૂલી ઉઠે છે અને સફળતા શિખરે પહોંચી જાય છે.

રક્ષાબંધન પર મિથુન રાશિના ભાઈઓને લીલા રંગની રાખડી બાંધો. લીલો રંગ તમારા ભાઈના ભાગ્યના દરવાજાને ખોલી દે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જા લાવે છે.

બહેનોએ કર્ક રાશિના ભાઈને સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગની રાખડીથી ભાઈને જલ્દી સફળતા મળે છે તેમજ સંબંધ વધુ ગાઢ બને છે.

જે લોકોની રાશિ સિંહ હોય છે, તેમણે રક્ષાબંધનના દિવસે નારંગી રંગની રાખડી બાંધવી જોઈએ. આવું કરવાથી ભાઈની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.

જો તમારા ભાઈની રાશિ કન્યા છે, તો તેને રક્ષાબંધનના દિવસે લીલા રંગની રાખડી બાંધો. લીલો રંગ શાંતિ, સમૃદ્ધિ અને નવી શરૂઆતનું પ્રતિક છે, જે કન્યા રાશિના સ્વભાવને અનુરૂપ હોય છે.

તુલા રાશિના લોકોએ ગુલાબી રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગ ભાઈ-બહેન વચ્ચેના સંબંધને મજબૂત બનાવે છે. ગુલાબી રંગ પ્રેમ, સ્નેહ અને સંતુલનનું પ્રતિક છે, જે તુલા રાશિના સ્વભાવ સાથે યોગ્ય રીતે મેળ ખાતું હોય છે.

વૃષિક રાશિના ભાઈને લાલ રંગની રાખડી બાંધવી જોઈએ. લાલ રંગ ઉર્જા, સ્નેહ અને આત્મવિશ્વાસનું પ્રતિક છે, જે ભાઈના જીવનમાં સકારાત્મકતા લાવે છે અને સંબંધોમાં મીઠાશ વધારવામાં મદદરૂપ થાય છે.

જો તમારા ભાઈની રાશિ ધન છે તો તેને પીળા રંગની રાખવી બાંધવી જોઈએ. પીળો રંગ સમૃદ્ધિ, ખુશહાલી અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે, જે ભાઈના જીવનમાં નવી શક્તિ અને ઉત્સાહ લાવે છે.

જો તમારા ભાઈની રાશિ મકર છે તો તેને વાદળી રંગની રાખડી રાખવી જોઈએ. વાદળી રંગ શાંતિ, સ્થિરતા અને આત્મવિશ્વાસનું પ્રતિક છે, જે ભાઈના જીવનમાં સંતુલન અને સફળતા લાવે છે.

જો તમારા ભાઈની રાશિ કુંભ છે તો તેને વાદળી રંગની રાખડી બાંધો. આ રંગ શાંતિ, સ્થિરતા અને આત્મવિશ્વાસનું પ્રતિક છે, જે ભાઈના જીવનમાં સ્થિરતા અને શાંતિ લાવે છે.

મીન રાશિ ધરાવતા ભાઈઓને પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. પીળો રંગ સમૃદ્ધિ, ખુશહાલી અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે, જે ભાઈની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં મદદ કરે છે.
નોંધ: લેખમાં આપેલી માહિતી સામાન્ય લોકોની આસ્થા અને જ્યોતિષ આધારિત માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.
