Breaking News : સુરતમાં પોલીસ લાઇનમાં આગનો તાંડવ! જપ્ત કરેલી 26 બાઇક બળીને ખાખ, જુઓ Video
સુરતના વરાછા રોડ પર આવેલા રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં ભીષણ આગ લાગી હતી. ઝાડમાં લાગેલી આગ વાહનોમાં પ્રસરી જતાં પોલીસે જપ્ત કરેલી 26 બાઈક બળીને ખાખ થઈ ગઈ.
સુરતના વરાછા રોડ પર આવેલા રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. પોદાર આર્કેડ નજીક આવેલા કેમ્પસમાં એક ઝાડમાં આગ લાગી હતી, જે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ત્યાં પાર્ક કરેલા વાહનોમાં પણ પ્રસરી ગઈ. આ ઘટનામાં પોલીસે કબજે કરેલી કુલ 26 જેટલી બાઈક બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી.
આગની જાણ થતાં કાચીશેરી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ પણ જપ્ત કરાયેલા વાહનોમાં આગ લાગવા અંગે તપાસ કરી રહી છે.
ગીર બન્યું દિવાળી વેકેશનનું હોટસ્પોટ, જંગલના રાજાને જોવા દેશભરમાંથી ઉમટી રહ્યા છે
