AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથના રાખેજ ગામે PGVCL ના વાયરમાં સ્પાર્ક થતા ખેતરમાં લાગી આગ, 6 વીઘાના શેરડીના ખેતરમાં લાગી ભીષણ આગ

ગીર સોમનાથના રાખેજ ગામે PGVCL ના વાયરમાં સ્પાર્ક થતા ખેતરમાં લાગી આગ, 6 વીઘાના શેરડીના ખેતરમાં લાગી ભીષણ આગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2026 | 5:03 PM
Share

ગીર સોમનાથના રાખેજ ગામે PGVCL ના વાયરમાં સ્પાર્ક થતા ખેતરમાં આગ લાગી છે. 6 વીઘાના શેરડીના ખેતરમાં ભીષણ આગ લાગતા ખેડૂતે ભારે જહેમતે તૈયાર કરેલો મિનિટોની અંદર જ ભસ્મીભૂત થઈ ગયો હતો.

ગીરસોમનાથના રાખેજ ગામે ખેતરમાં આગ લાગવાને કારણે ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાખેજ ગામે PGVCL ના વાયરમાં સ્પાર્ક થતા ખેતરમાં આગ લાગી હતી. 6 વીઘાના ખેતરમાં આગ લાગતા સમગ્ર શેરડીનો પાક ભસ્મીભૂત થઈ ગયો. જેના કારણે ખેડૂતને 4 લાખથી વધુનું નુકસાન થયુ છે. PGVCLની બેદરકારીને કારણે ખેડૂતને આર્થિક નુકસાન થયાનો આરોપ લાગી રહ્યો છે. સરકાર અને PGVCL પાસે ખેડૂતે સહાયની માગ કરી છે.
ત્યારે જોવુ રહ્યુ કે હવે ખેડૂતને નુકસાનીનું વળતર મળે છે કે કેમ?

ખેડૂતનું કહેવુ છે કે 12 મહિનાની મહેનત પર એક સ્પાર્ક થવાથી બધુ ભસ્મીભૂત થઈ ગયુ. આખા વર્ષની મહેનત પર પળવારમાં જ બળીને રાખ થઈ ગઈ. પાક તૈયાર થઈ ગયો હતો અને ઉત્પાદન લેવાનો સમય હતો, તેવા સમયે આગ લાગવાને કારણે સંપૂર્ણ પાક નષ્ટ થયો છે. ખેડૂત દ્વારા PGVCL અને વીમા કંપનીને વિનંતિ કરવામાં આવી છે કે તેમની પાસે અન્ય કોઈ આજિવિકા નથી તેઓ આના પર જ નિર્ભર હતા તો તેમને વળતર આપવામાં આવે. ખેડૂતને 4 લાખથી વધુનું નુકસાન આ આગમાં થયુ છે.

નવા વર્ષના બીજા દિવસે પણ દ્વારકાધિશના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા ભાવિ ભક્તો, જય દ્વારકાધિશના નાદથી ગૂંજી ઉઠ્યુ પરિસર

 

Published on: Nov 11, 2026 05:03 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">