AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra 2023: અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ, ભોલેનાથના રંગે રંગાયા શ્રધ્ધાળુઓ, જુઓ Photos

મુસાફરોનો આ પહેલી બેચ ભગવાન શિવની 3,880 મીટર ઊંચી ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરશે. આ 62 તીર્થયાત્રા 62 દિવસ સુધી ચાલશે અને કાશ્મીરથી બે રૂટથી શરૂ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે સીઆરપીએફના જવાનો પણ મુસાફરોની સુરક્ષા માટે દરેક જગ્યાએ તૈનાત છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 1:37 PM
Share
 સનાતન ધર્મના પવિત્ર યાત્રાધામોમાંનું એક અમરનાથ યાત્રાધામનો આજથી પ્રારંભ થયો છે. દર વર્ષે દેશભરમાંથી લાખો લોકો અમરનાથ યાત્રા પર જાય છે. બાબા બર્ફાના દર્શન માટે ભક્તો ખૂબ જ ઉત્સાહિત હોય છે. ત્યારે આ વર્ષે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

1 / 6
ત્યારે આજે અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાની પવિત્ર ગુફાના દર્શન કરવા માટે રવાના થઈ છે. આજે સવારે લગભગ 4.15 વાગ્યે પ્રાર્થ બાદ લેફ્ટનન્ટ ગવર્નર (LG) અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ પ્રથમ ટુકડીને ફ્લેગ ઓફ કરી પવિત્ર યાત્રાની શરુઆત કરાવી હતી.(ફોટો ક્રેડિટ- ગુગલ)

2 / 6
ભારે ઉત્સાહ વચ્ચે શરુ થયેલ અમરનાથની યાત્રા માટે બેઝ કેમ્પ સંપૂર્ણ રીતે ભોલેનાથના રંગમાં રંગાઈ ગયો હતો. ભક્તોએ ભોલેનાથના મંત્રોચ્ચાર કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ સમૂહ પવિત્ર ગુફાના દર્શન માટે રવાના થયો છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

3 / 6
માહિતી અનુસાર, મુસાફરોનો આ પહેલો બેચ ભગવાન શિવની 3,880 મીટર ઊંચી ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરશે. આ 62 તીર્થયાત્રા 62 દિવસ સુધી ચાલશે અને કાશ્મીરથી બે રૂટથી શરૂ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે સીઆરપીએફના જવાનો પણ મુસાફરોની સુરક્ષા માટે દરેક જગ્યાએ તૈનાત છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

4 / 6
હિમાલય ક્ષેત્રમાં 3,880 મીટરની ઉંચાઈએ કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગના દર્શન કરવા દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે ભારે બરફ વર્ષા વચ્ચે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી જે બાદ આજે વહેલી સવારે પ્રથમ જૂથને લીલી ઝંડી બતાવી યાત્રાની શરુઆત કરવામાં આવી છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

5 / 6
આ યાત્રા માટે જૂથ પહેલગામ અને બાલતાલ માટે રવાના થયુ છે. મીડિયા અહેવાલો અનુસાર, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે સવારે જમ્મુમાં પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરી હતી.(ફોટો ક્રેડિટ- ગુગલ)

6 / 6
g clip-path="url(#clip0_868_265)">