Ahmedabad: કોતરપુર વોટર પ્લાન્ટનું 26 માર્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરાશે લોકાર્પણ

કોતરપુર વોટર પ્લાન્ટની વાત કરીએ તો તેની કુલ ક્ષમતા 850 એમએલડી ક્ષમતા છે. જેમાં 300 એમએલડીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના 300 એમએલડીના પ્લાન્ટનું લોકાર્પણ 26 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે.

Natwar Parmar
| Edited By: | Updated on: Mar 23, 2022 | 7:19 PM
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.. આવા સમયે પીવાના પાણીની તંગી ન સર્જાય તેવા ઉદ્દેશ્ય સાથે AMCની વોટર કમિટીના ચેરમેન અને સભ્યોએ કોતરપુર વોટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી.

1 / 9
આ મુલાકાત દરમિયાન શહેરને મળતા પાણી, વેસ્ટ વોટર સહિતની વિગતો અધિકારીઓેએ મેળવી હતી. કોતરપુર વોટર પ્લાન્ટની વાત કરીએ તો તેની કુલ ક્ષમતા 850 એમએલડી ક્ષમતા છે. જેમાં 300 એમએલડીનો વધારો કરવામાં આવ્યો છે.

2 / 9
આ વધારાના 300 એમએલડીના પ્લાન્ટનું લોકાર્પણ 26 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે. AMCના આ પ્રયાસને કારણે ઉનાળામાં શહેરીજનોને પીવાના પાણીની તંગીનો સામનો નહીં કરવો પડે તેવો દાવો વોટર કમિટીના ચેરમેને કર્યો છે.

3 / 9
એએમસી પાસે જાસપુર, રાસ્કા અને કોતરપુર ખાતે કુલ 1750 એમએલડી પાણીની ક્ષમતા છે. જેની સામે રોજનો વપરાશ 1450 એમએલડી છે. એએમસી પાસે વપરાશ કરતા 300 એમએલડી વધારાની કેપેસિટી છે

4 / 9
ઉનાળામાં પાણીનો વપરાશ વધે તો પણ સમસ્યા નહીં સર્જાય.આ ઉપરાંત નર્મદા કેનાલ માંથી પાણીનો કાપ મુકવામાં આવે તો શહેરમાં 700 બોર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

5 / 9
એએમસી દ્વારા પાણીનો બગાડ અટકાવવા નવી ટેકનોલોજી આધારિત ZLD પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. શહેરના ત્રણ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં બેક વોશ સિસ્ટમથી દરરોજ લાખો લીટર પાણીનો બગાડ થાય છે..બેક વોશના લીધે પાણીનો બગાડ થતો અટકાવવા એએમસી દ્વારા ઝીરો લિકવિડ ડિસ્ચાર્જ(ZLD) પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.

6 / 9
એએમસી દ્વારા ઝીરો લિકવિડ ડિસ્ચાર્જ(ZLD) પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. દેશમાં પ્રથમ વખત આ પ્રકારનો પ્લાન્ટ એએમસી શરૂ કરશે. જેના કારણે દરરોજ એએમસીને 10 લાખ રૂપિયાનો ફાયદો થશે.

7 / 9
એએમસી દ્વારા જાસપુર, રાસ્કા અને કોતરપુર વોટર પ્લાન્ટને એક બીજા સાથે લિંક કરવા 100 કરોડ રૂપિયાનો પ્રોજેકટ શરૂ કર્યો છે. જેમાં ત્રણેય પ્લાન્ટને પાઇપલાઇન દ્વારા એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવશે.

8 / 9
જો કોઈ જગ્યાએ પ્લાન્ટ બંધ થાય અથવા ટેક્નિકલ ખામી સર્જાય તો પાણીની અછત ના થાય તે માટે તે પ્લાન્ટનું પાણી અન્ય પ્લાન્ટ સુધી લઈ જવામાં આવશે. ( Photos By- Natwar Parmar, Edited By- Omprakash Sharma)

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">