અમદાવાદ : સેરેબલ પાલ્સી પીડિત જય ગાંગડીયાના અનોખા પેઇન્ટિંગ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન, નિહાળો અદભૂત પેઇન્ટિંગ
કોરોના દરમિયાન પ્રાઈમ મિનિસ્ટર કેર ફંડમાં જયએ રૂ. 5001 રૂપિયાનું દાન પણ કર્યું અને આ દાનની રકમ તેણે પોતાની પેન્ટિંગમાંથી કમાઈ હતી.


સ્વસ્થ વ્યક્તિ જ દરેક જગ્યાએ સફળતાપૂર્વક કામ કરી શકે તેવું માનનારાઓને 22 વર્ષના જય ગાંગડીયાની રંગોની દુનિયામાં ડૂબકી લગાવવા જેવી ખરી.

જન્મથી જ તરછોડાયેલા જયને હોસ્પિટલમાંથી દત્તક આપવાની વિચારણા કરાઈ, મહેશભાઈ અને જયશ્રીબેને તેને દત્તક લઇ લીધો, અને ત્રણ દિવસની અંદર જ જયની તબિયત ખરાબ થઈ ગઈ, સારવાર દરમિયાન સામે આવ્યું તેને સેરેબલ પાલ્સી નામનો રોગ છે. ફિલ્મ કલાકાર સરિતા જોશીએ જયના પેઈન્ટિંગ જોઈને, તેને બિરદાવ્યો હતો.

ડોકટરે કહ્યું કે જયને હવે જીવનભર ખુબ જ વધારે મદદ અને સહકારની જરૂર રહેશે, મહેશ ભાઈ અને જયશ્રી બેને ડૉ.સાથે સંમતિ દર્શાવી, જય તેમનો બાળક હતો અને તેઓ જયની સારસંભાળ લેવા તત્પર હતા.

તેના માતા પિતા મહેશ ભાઈ અને જયશ્રી બેને જયને ખુબ વધારે મોટીવેટ કર્યો અને તેને પ્રેરણા આપી અને આ કળામાં આગળ વધવા માટે બળ પૂરું પાડ્યું.

કોરોના દરમિયાન પ્રાઈમ મિનિસ્ટર કેર ફંડમાં જયએ 5001 રૂપિયાનું દાન પણ કર્યું અને આ દાનની રકમ તેણે પોતાની પેન્ટિંગમાંથી કમાઈ હતી.

જયએ પોતાના પરિવાર, મિત્રો અને શુભેચ્છકોને 100 જેટલા પેન્ટિંગ શુભેચ્છારૂપે ભેટમાં આપ્યા છે.

સેરેબલ પાલ્સીથી પીડાતા જયે દોરેલા વિવિધ પેઈન્ટિંગનું આર્ટ ગેલેરી ખાતે અનોખુ એક્ઝિબિશન યોજાયુ હતું.

































































