Ahmedabad: પુષ્ટીસંપ્રદાયમાં હોળી પર્વનું વિશેષ મહત્વ, અસારવા હવેલીમાં ઉજવાય છે રાળ ઉત્સવ, જાણો શું છે રાળ ઉત્સવ?

રાળ ઉત્સવ કે જેમાં અગ્નિ વારંવાર ભડકાનું રૂપ ધારણ કરે છે આ માત્ર આગ નથી. આ તો છે રાળ. આ તો છે ગોપીઓના હૃદયમાં ઉઠતી રાળ! ગોપીઓને સતાવતી વિરહની રાળ!

Divyang Bhavsar
| Edited By: | Updated on: Mar 17, 2022 | 5:50 PM
ભગવાન શ્રીકૃષ્ણને જ સર્વસ્વ માનનારા પુષ્ટીસંપ્રદાયમાં શ્રીકૃષ્ણ સંબંધી અનેક મનોરથોનું આયોજન થતું હોય છે. ત્યારે દર વર્ષે ફાગણ માસમાં... ‘રંગોત્સવ’ પણ યોજાતો હોય છે. પણ, આ ‘રંગોત્સવ’ પૂર્વે.. હવેલીઓમાં ઉજવાય છે રાળ ઉત્સવ. એ ઉત્સવ... કે જેમાં અગ્નિ વારંવાર ભડકાનું રૂપ ધારણ કરે છે આ માત્ર ‘આગ’ નથી. આ તો છે ‘રાળ’. આ તો છે ગોપીઓના હૃદયમાં ઉઠતી ‘રાળ’ !. ગોપીઓને સતાવતી ‘વિરહ’ની રાળ !.

1 / 7
અસારવા હવેલીમાં હોળી ખેલ મા ભક્તો ના વિરહ ના ભાવ થી પ્રભુ સન્મુખ શયન સમયે રાળ ફૂંકાય છે 
જ્યાં તિલક બાવા દ્વારા પ્રાચીન પરંપરા અનુસાર રાળ ના દર્શન કરાવવામાં આવ્યા જેના દર્શન મોટી સંખ્યામાં વ્રજ ભક્તો એ કર્યા.

અસારવા હવેલીમાં હોળી ખેલ મા ભક્તો ના વિરહ ના ભાવ થી પ્રભુ સન્મુખ શયન સમયે રાળ ફૂંકાય છે જ્યાં તિલક બાવા દ્વારા પ્રાચીન પરંપરા અનુસાર રાળ ના દર્શન કરાવવામાં આવ્યા જેના દર્શન મોટી સંખ્યામાં વ્રજ ભક્તો એ કર્યા.

2 / 7
હવેલીમાં ભગવાન ને 40 દિવસ સુધી રંગબેરંગી ગુલાલથી હોળી ખેલવામાં આવે છે સાથે
વલ્લભકુળ દ્વારા ભક્તો ને પણ શ્રી કૃષ્ણના પ્રેમ રૂપી ગુલાલ ઉડાડી ને હોળી નો ઉત્સવ ઉજવાય છે ભક્તો પણ ભગવાન સાથે હોળી  રમ્યાના ભાવથી આનંદ ની લાગણી નો અનુભવ કરે છે.

હવેલીમાં ભગવાન ને 40 દિવસ સુધી રંગબેરંગી ગુલાલથી હોળી ખેલવામાં આવે છે સાથે વલ્લભકુળ દ્વારા ભક્તો ને પણ શ્રી કૃષ્ણના પ્રેમ રૂપી ગુલાલ ઉડાડી ને હોળી નો ઉત્સવ ઉજવાય છે ભક્તો પણ ભગવાન સાથે હોળી રમ્યાના ભાવથી આનંદ ની લાગણી નો અનુભવ કરે છે.

3 / 7
અસારવા હવેલીમાં હોળી ખેલ મા ભક્તો ના વિરહ ના ભાવ થી પ્રભુ સન્મુખ શયન સમયે રાળ ફૂંકાય છે.જ્યાં તિલક બાવા દ્વારા પ્રાચીન પરંપરા અનુસાર રાળ ના દર્શન કરાવવામાં આવ્યા જેના દર્શન મોટી સંખ્યામાં વ્રજ ભક્તો એ કર્યા.કહેવાય છે કે તામસ વ્રજ ભક્તો ના દેવતા ભગવાનના અગ્નિમા પ્રજ્વલિત થયા છે જેમ જેમ રાળ ની જ્યોત વધે છે તેમ તેમ  પ્રભુ મા મોહ પણ વધે છે  જે લોકો આ રાળ ને જોવે છે તે  અત્યંત ભાગ્યશાળી ગણાય છે

4 / 7
રાધાની ગોપીઓને અને આમ તો આખાય વ્રજમંડળની ઈચ્છા એવી જ હોય કે સ્વયં શ્રીકૃષ્ણ તેમને રંગે. પણ આ કૃષ્ણના નખરાંયે કાંઈ ઓછા થોડાં છે. કૃષ્ણ તો કોઈ રુઠેલાં પ્રેમીની જેમ આજ ગોપીઓથી દૂર-દૂર છે. વિરહાગ્નિની આ ઝાળ સતતને સતત વધતી રહે છે. કહે છે કે ગોપીઓના હ્રદયમાં ઉઠતી આ ‘અગન’ આખરે ભક્તવત્સલ રહેનારા ભગવાનને પણ દઝાડે છે અને એટલે જ જૂઠા ક્રોધને ત્યાગી શ્રીકૃષ્ણ સ્વયં પધારે છે ગોપીઓને રંગવા અને સ્વયં તેમના હાથે રંગાવા.

5 / 7
ભારતમાં હિન્દુ ધર્મની વૈષ્ણવ પરંપરાના પુષ્ટિમાર્ગ સંપ્રદાયના અનુયાયીઓ માટે 'હવેલી' પવિત્ર સ્થાન ગણાય છે, તેવુ જ સ્થાન અમદાવાદની અસારવા બેઠક જ્યાં આજે હોળી ઉત્સવની એક અનોખી અને પ્રાચીન કાળની માન્યતા પ્રમાણે ઉજવણી કરવામાં આવી હતી, જેનો લાભ મોટી સંખ્યામાં હાજર વ્રજ ભક્તો લીધો હતો.

6 / 7
હવેલીમાં ભગવાનની કીર્તન દ્વારા પણ ભક્તિ કરવામાં આવે છે તો હોળી ખેલ દરમ્યાન પ્રભુને વિશેષ અને પ્રિય એવા હોળીના ભજન કે જેને વ્રજ ભાષામાં રસીયા ગઈને પણ હોળીની ઉજવણી કરવામાં આવી હતી, જે સમયે હાજર વ્રજ ભક્તો પણ નૃત્ય કરી પ્રભુ ભક્તિમાં લીન થઈ જાય છે. (Photo- Divyang Bhavsar, Edited By- Omprakash Sharma)

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">