AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલીસ કમિશનર અને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજના હસ્તે એકતા ક્રિકેટ કપ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો

અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે.પોલીસ કમિશનર જી.એસ. મલિક તથા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2025 | 3:09 PM
આગામી 27મી જૂનના રોજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાનાર છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ-2025 નું આયોજન કરાયું છે. છેલ્લાં ચાર વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

1 / 6
 ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોમી એકતાને જાળવવા હિન્દુ - મુસ્લિમ ભાઈઓ વચ્ચે એકતા કપ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ (ખંડાલા) સરસપુર ખાતે કરવામાં આવ્યું હતું.

2 / 6
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક તથા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજના હસ્તે આ ક્રિકેટ કપ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.

3 / 6
   સેક્ટર-1ના અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજર, વિવિધ સંપ્રદાયના સંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

4 / 6
ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્વની જળયાત્રાનો આજથી પ્રારંભ થયો છે.ભગવાન જગન્નાથની 12 યાત્રા પૈકીની એક યાત્રા કરવામાં આવે છે.

5 / 6
તમને જણાવી દઈએ કે, રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે.

6 / 6

ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. રથયાત્રાને લઈ વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">