Gujarati News » Photo gallery » Ahmedabad: Chief Minister Bhupendra Patel unveiled Rs 143 crore development work done by AMC and Auda
Ahmedabad: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે AMC અને ઔડા દ્વારા કરાયેલા 143 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ( Ahmedabad Urban Development Authority) દ્વારા અંદિજત રૂ.143 કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુર્હૂત તથા આવાસોના ડ્રો (accommodation draw) કરવામાં આવ્યો.
આજે અમદાવાદ શહેરમાં થલતેજ વિસ્તારમાં આવેલ વિવિધ પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે AMC અને ઔડા દ્વારા કરાયેલા 143 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું.
1 / 6
આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન દ્વારા બાળકોને શુપોષિત કીટ અર્પણ કરવામા આવી. જે તેમના વિકાસના મહત્વનો ફાળો આપશે.
2 / 6
મુખ્યપ્રધાન દ્વારા આવાસના લાભાર્થીઓને દસ્તાવેજો અર્પણ કરવામાં આવ્યા હતા.આવાસ યોજના અંતર્ગત ડ્રો પણ કરવામાં આવ્યા હતા. જેમાં બોપલ ખાતે અંદાજિત 8.86 કરોડના ખર્ચે 70 આવાસ અને ઝુંડાલ ખાતે અંદાજિત 128 કરોડના ખર્ચે 1120 આવાસોના ડ્રો કરવામાં આવ્યા.
3 / 6
આજ કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ યોજના હેઠળ લાભાર્થીઓને વિધવા સહાયના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
4 / 6
આ પ્રસંગે મુખ્યપ્રધાને કહ્યું કે શહેરોમાં નાગરિકોની સુખાકારી વધારવા ભાજપ સરકાર કાર્યરત છે. આપણે ઝુંપડા જોયા પરંતુ PMએ તમામને છત આપવાની શરૂઆત કરી. રાજ્યમાં અત્યાર સુદીમાં 5 લાખ 88 હજાર લોકોને આવાસ આપ્યા છે.
5 / 6
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના માર્ગદર્શનમાં 32 તળાવો ઈન્ટરલીન્ક કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદના SG હાઈવે પરના 13 બ્રિજ વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે. ચૂંટણીના વર્ષમાં અનેક પ્રલોભન પ્રજા સમક્ષ આવશે. પરંતુ પ્રજા વિકાસને પસંદ કરશે તેવો મુખ્યપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો.