Aravalli: બાયડ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતી પાક નિષ્ફળ, વરસાદી પાણીથી ધોવાણ થતા ખેતરોમાં કોતરો સર્જાઈ ગઈ! જુઓ Photo
અરવલ્લી જિલ્લાના બાયડ વિસ્તારમાં ભારે વરસાદે મોટુ નુક્સાન ખેતીમાં પહોંચાડ્યુ છે. ખેડૂતો એક સપ્તાહ અગાઉ મુરઝાતા પાકને લઈ વરસાદ વિના ચિંતા અનુભવતા હતા એ ખેડૂતો હવે ભારે વરસાદની સ્થિતિએ સર્જેલી સમસ્યાથી ચિંતા અનુભવી રહ્યા છે. જિલ્લામાં ખેતીના પાકોમાં ભારે નુક્સાન વરસાદને લઈ સર્જાયુ છે. ક્યાંક ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને લઈ પાક કોહ્વાઈ જવાને લઈ નુક્શાન સર્જાયુ છે, ક્યાં ખેતરના ધોવાણ થઈ જવાને લઈ નુક્સાન સર્જાયુ છે. બાયડના અનેક વિસ્તારમાં ખેતરોમાં થયેલા ધોવાણને લઈ ખેતરોમાં ખાઈ જેવા ખાડા સર્જાયા છે. પાંચ પાંચ ફુટ ઉંડા ખાડા વરસાદી પાણીને લઈ સર્જાયા છે.
Most Read Stories