Gujarati News » Photo gallery » After marriage to Ankita Lokhande, husband Vicky Jain gave a villa worth crores, then the actress also gave this precious gift
અંકિતા લોખંડેને લગ્ન બાદ પતિએ આપી કરોડોની ગિફ્ટ, એક્ટ્રેસે પણ આપી આ કિંમતી ભેટ
અંકિતા લોખંડે અને વિક્કી જૈનના લગ્ન જેટલા ભવ્ય હતા એટલી જ ભવ્ય ગિફ્ટ બંનેએ એકબીજાને પણ આપી છે. જી હાં, અંકિતા અને વિક્કીએ એકબીજાને કરોડોની ગિફ્ટ્સ આપી છે.
અંકિતા અને વિક્કીના લગ્ન જેટલા ગ્રાન્ડ હતા એટલી જ ભવ્ય ગિફ્ટ્સ પણ આ કપલને મળી છે. અંકિતાને વિક્કી જૈને લગ્ન બાદ કરોડોનો વિલા ગિફ્ટ કર્યો છે અને સામે અંકિતાએ વિક્કી જૈનને એક શાનદાર યૉટ ગિફ્ટ કરી છે જેની કિંમત 8 કરોડ છે.
1 / 6
આ સિવાય બંનેને ઈન્ડસ્ટ્રીના મિત્રો તરફથી અદ્ભુત ભેટ પણ મળી છે. મળતી માહિતી અનુસાર, એકતા કપૂરે અંકિતાને એક ડાયમંડ ભેટ આપ્યો છે, જેની કિંમત 50 લાખ છે.
2 / 6
માહી વિજે ડિઝાઈનર સબ્યસાચીની સાડી ગિફ્ટ કરી છે, જેની કિંમત 15 લાખ હોવાનું કહેવાય છે.
3 / 6
રિપોર્ટ પ્રમાણે શ્રદ્ધા કપૂર અને ટાઈગર શ્રોફે પણ અંકિતાને ગિફ્ટ મોકલી છે. જ્યાં શ્રદ્ધાએ અભિનેત્રીને 8 લાખની કિંમતનું ડાયમંડ બ્રેસલેટ ગિફ્ટ કર્યું છે. તો ટાઈગર શ્રોફે એક મિની કૂપર કાર ગિફ્ટ કરી છે, જેની કિંમત 40 લાખ છે.
4 / 6
રિત્વિક ધનજાનીએ વિકી જૈનને મોંઘી ઘડિયાળ અને અંકિતાને ડાયમંડ ચોકર આપ્યો છે જેની કિંમત 15 લાખ સુધી છે. પવિત્ર રિશ્તા 2.0 માં અંકિતા સાથે કામ કરી ચૂકેલા શાહિર શેખે અભિનેત્રીને 25 લાખના સોનાના દાગીના ભેટમાં આપ્યા છે.
5 / 6
બિગ બોસમાં હોવાને કારણે રશ્મિ દેસાઈએ લગ્નમાં હાજરી આપી ન હતી, પરંતુ તેણે અભિનેત્રીને ડિઝાઇનર નીતા લુલ્લાની સાડી ભેટમાં આપી છે, જેની કિંમત 10 લાખ રૂપિયા છે.