આ છે Future CEO Apple ! અમદાવાદના આ ટેણિયાને મળ્યા રીઅલ એપલ સીઈઓ ટીમ કૂક, વાંચો Real Story
એપલે આજે ભારતમાં તેનો પહેલો એપલ સ્ટોર મુંબઈમાં શરૂ કર્યો છે. મુંબઈમાં એપલનો સ્ટોર ટીમ કૂકે ગ્રાહકો માટે ખુલ્લો મુક્યો હતો. ટિમ કૂક સ્ટોરમાં 10 મિનિટ સુધી રહ્યા હતા અને બધાનું અભિવાદન કરતાં હતા.


એપલ સીઈઓ ટિમ કૂક એપલ સ્ટોરનો પ્રારંભ કરતાં દુકાનની અંદરથી દરવાજા ખોલવા બહાર આવ્યા અને મહેમાનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન તેમને એક 8 વર્ષના બાળકને જોયો અને તેને સામેથી બોલાવ્યો. (Image - aaravtechtalks instagram)

ટિમ કૂકે અમદાવાદના એક છોકરોને બોલાવીને તેની સાથે વાત કરી હતી. આ છોકારાનું નામ આરવ શેલત છે. આ છોકરાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. (Image - aaravtechtalks instagram)

આરવ શેલતનું સપનું છે કે મોટા થઈને એપલ કંપની ખરીદવી છે. ટીમ કૂકને મળવા માટે તેને આ ખાસ ટી-શર્ટ બનાવડાવી હતી અને આ ટી-શર્ટ પર લખ્યું હતું ફ્યુચર એપલ CEO. 8 વર્ષની ઉંમરે તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એપલ પ્રોડક્ટસ વિશે વાત કરતો જોવા મળે છે. (Image - aaravtechtalks instagram)

આ ફોટોમાં તે સીઈઓ ટીમ કૂક સાથે જોવા મળે છે. આરવની ટી-શર્ટ પર એપલ ફ્યુચર સીઈઓ લખેલું છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Image - aaravtechtalks instagram)

આરવે ટીમ કૂક સાથે વાતચીત કરતા કહ્યું કે તેને ભવિષ્યમાં એપલના સીઈઓ બનવું છે. આ વાત સાંભળીને ટિમ કૂક પ્રભાવિત થઈ ગયા અને આરવને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. (Image - aaravtechtalks instagram)

































































