Vastu Tips: જો આ 5 વસ્તુઓ જોઈ લીધી તો સમજજો કે તમારો દિવસ ‘ધન્ય-ધન્ય’ !
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા જીવનમાં કંઈક સારું થવાનું હોય તો કેટલીક ખાસ વસ્તુઓ તમને નજરે પડે છે. જો આ ખાસ વસ્તુઓ તમને દેખાય તો સમજવું કે, તમારો આખો દિવસ સુખદ અને સફળતાથી ભરેલો રહેશે.

વાસ્તુશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે, કેટલીક ખાસ વસ્તુઓ જોવાથી જીવનમાં આર્થિક સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. આ સિવાય કામમાં આવતા અવરોધો દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તો ચાલો જાણીએ કે, વાસ્તુ અનુસાર એવી કઈ વસ્તુ છે કે જેને જોઈને તમારો દિવસ મંગલમય બની શકે છે અને જીવનમાં ખુશહાલીનો આવકારો શરૂ થઈ શકે છે.

વાસ્તુ અનુસાર, જો તમે કોઈ પ્રવાસે જઈ રહ્યા છો, તો નીલકંઠ પક્ષીનું દેખાવું એ એક શુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે, આનાથી કાર્યમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા જલ્દી મળે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂજા કરતી વખતે ઘરના દરવાજા પર ગાય કે ભિખારી આવે તો તે એક શુભ સંકેત છે. દરવાજા પર આવનાર ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની ક્ષમતા મુજબ કંઈકને કંઈક દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી પૈસાને લગતી બાધાઓ દૂર થાય છે અને પ્રગતિનો માર્ગ ખૂલી જાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સપનામાં ભગવાનનું મંદિર કે મૂર્તિ દેખાય તો એ એક શુભ સંકેત છે. જો આ વસ્તુ દેખાય તો સમજવું કે જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. બીજું કે, વ્યક્તિની કારકિર્દીમાં પણ પ્રગતિ થશે.

વાસ્તુશાસ્ત્રના મતે, યાત્રા કે કોઈપણ શુભ કાર્ય માટે જઈ રહ્યા હોવ અને તે વખતે કોઈ સ્ત્રીના ખોળામાં બાળક જોવા મળે તો તે એક શુભ શુકન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આનાથી યાત્રા શુભ અને ફળદાયી બને છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરના મંદિરમાં સુગંધ આવવી એ એક શુભ શુકન છે. આનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. આ સાથે જ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે.
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

































































