Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગનો મુદ્દો રાજ્યસભામાં ગૂંજ્યો, કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે કર્યા સવાલ, પિયુષ ગોયલે આપ્યો જવાબ- Video

ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભયંકર મંદી ચાલી રહી છે. રાજ્યસભામાં પણ આજે આ મુદ્દો ગૂંજ્યો હતો. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદી મુદ્દે સવાલ ઉઠાવ્યા.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2025 | 8:35 PM

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ લાગ્યુ છે. જેના કારણે રત્નકલાકારોની હાલત બહુ કફોડી થઈ છે. આજે આ મુદ્દે દેશની સંસદમાં પણ ચર્ચા થઈ. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે મંદીની ઝપેટમાં આવેલા હીરા ઉદ્યોગ અંગે રજૂઆત કરી. શક્તિસિંહે જણાવ્યુ કે છેલ્લા બે વર્ષથી આ ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે. બે વર્ષમાં હીરાની નિકાસ 7110 મિલિયન ડૉલર ઓછી થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને સ્થિતિ તપાસવાની પણ કોંગ્રેસના સાંસદે માગ કરી. શક્તિસિંહે ત્યા સુધી કહ્યુ કે કેન્દ્ર સરકાર હીરા ઉદ્યોગમાં મંદીનો સ્વીકાર કરે તો જ પરિસ્થિતિ સુધરી શકે તેમ છે.

શક્તિસિંહના સવાલ પર પિયુષ ગોયલનો બચાવ

શક્તિસિંહની રજૂઆત પર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જવાબ આપ્યો. ગોયલે જણાવ્યુ કે છેલ્લા બે વર્ષમાં લેબગ્રોન હીરાનું ઉત્પાદન વધ્યું છે. બે વર્ષમાં માત્ર 5 ટકા જ નિકાસ ઓછી થઈ છે. નિકાસના અવરોધઓ દૂર કરવા માટે વિવિધ દેશો સાથે વાત ચાલી રહી છે.

જો કે શક્તિસિંહે બજેટની જાહેરાત બાદ પણ હીરા ઉદ્યોગ મામલે સરકારને ઘેરી હતી. બજેટમાં મંદીમાં રહેલા હીરા ઉદ્યોગને કોઇ રાહત આપવામાં ન આવી હોવાનો સવાલ શક્તિસિંહે ઉઠાવ્યો હતો.

Vastu Tips: ઓફિસના ટેબલ પર ભુલથી પણ ના રાખવી જોઈએ આ વસ્તુઓ
આજનું રાશિફળ તારીખ : 26-04-2025
IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત

જો કે શક્તિસિંહે બજેટની જાહેરાત બાદ પણ હીરા ઉદ્યોગ મામલે સરકારને ઘેરી હતી. બજેટમાં મંદીમાં રહેલા હીરા ઉદ્યોગને કોઇ રાહત આપવામાં ન આવી હોવાનો સવાલ શક્તિસિંહે ઉઠાવ્યો હતો.

 હિરા કારોબારી અને  ભાજપના રાજ્યસભાના સાંસદ પણ મંદી હોવાનો કરી ચુક્યા છે સ્વીકાર

હીરા ઉદ્યોગમાં મંદી લેબગ્રોન ડાયમંડના કારણે છે તેવુ નિવેદન ખુદ રાજ્યસભાના સાંસદ અને સુરતના હિરા કારોબારી ગોવિંદ ધોળકિયા આપી ચુક્યા છે. ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યુ હતુ કે હિરા ઉદ્યોગમાં મંદી લેબગ્રોન ડાયમંડને કારણે આવી છે. તેમણે જણાવ્યુ કે જ્યારે રિયલ ડાયમંડ દુનિયામાં અડધો કે એક ટકો લોકો વાપરતા હતા, આ લેબગ્રોન ડાયમંડ 10-20 કે 25 ટકા લોકો વાપરશે. આ લેબગ્રોન ડાયમંડનું ઘણુ મોટું માર્કેટ છે. આ દાગીનામાં જ નહીં પણ તમામમાં વપરાશે. આ લેબગ્રોન કિલોનાં ભાવે અને ટનબંધ વજનમાં વેચાશે. આ પરથી આ લેબગ્રોન ડાયમંડ અમને અને તમને ક્યારેય છોડશે નહીં.

ગુજરાતમાં 17 થી વધુ કર્મચારીઓ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા

ગુજરાતમાં 17 લાખથી વધુ કર્મચારી હીરા પોલિશ્ડ અને કટિંગનું કામ કરી રહ્યા છે. સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે પરંતુ કયારેય ન જોઈ હોઈ તેવી ભયંકર મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટું સંકટ ઊભું થયું છે. બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવા 90 ટકા એટલે કે 1000 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે અને બે લાખ લોકોની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20થી 50 ટકા સુધી પગાર ઘટી ગયો છે અને આ બધાં કારણોને લીધે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્નકલાકારે આપઘાત કરી લીધો – હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
g clip-path="url(#clip0_868_265)">