Breaking News : પહેલગામ હુમલા બાદ ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર રહેતા 1 હજાર બાંગ્લાદેશીને ઊંઘતા ઉઠાડી કરી અટકાયત, જુઓ Video
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર એકશનમાં આવી છે. ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઈક કરવામાં આવી છે.પહલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એકશનમાં આવી છે. મધરાતે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની ટીમો ત્રાટકી હતી.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર એકશનમાં આવી છે. ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઈક કરવામાં આવી છે.પહલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એકશનમાં આવી છે. મધરાતે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની ટીમો ત્રાટકી હતી. ગેરકાયદે રહેતા લોકોને ઉંઘમાંથી ઉઠાડીને પોલીસે અટકાયત કરી છે.
અમદાવાદ અને સુરતમાં પોલીસનું મેગા ઓપરેશન કરવામાં આવ્યું છે. 1 હજાર ગેરકાયદે બાંગ્લાદેશી ઘુસણખોરોની અટકાયત કરી છે. અમદાવાદના ચંડોળા તળાવમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચંડોળા તળાવમાંથી 457 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. સુરતમાં પણ 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. નકલી ડોક્યુમેન્ટના આધારે રહેતા ભારતમાં ઘુસણખોરો રહેતા હતા.
Crackdown against illegals: At least 1000 Bangladeshi arrested across Gujarat #IllegalBangladesi #CrimeBranch #GujaratPolice #PahalgamAttack #TV9Gujarati #TV9News pic.twitter.com/KnNLZjUXgb
— Tv9 Gujarati (@tv9gujarati) April 26, 2025
ગુજરાતમાં ગેરકાયદે રહેનારા લોકો પર તવાઈ
અમદાવાદ પોલીસની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચંડોળા તળાવમાં પોલીસનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે ચંડોળા તળાવમાંથી 457 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. મોડી રાત્રિથી સવાર સુધી પોલીસનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતુ. ક્રાઇમ બ્રાન્ચ, SOG, ઝોન 6 સહિતની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાંગ્લાદેશી, પાકિસ્તાની કે અન્ય દેશના ઘુસણખોરો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે રહેતા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
More than 400 suspicious immigrants have been detained in #Ahmedabad #IllegalBangladesi #CrimeBranch #GujaratPolice #PahalgamAttack #TV9Gujarati #TV9News pic.twitter.com/QuWRY7dYmy
— Tv9 Gujarati (@tv9gujarati) April 26, 2025
સુરતમાં પણ શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી
ક્રાઇમ બ્રાન્ચના JCP શરદ સિંઘલની TV9 સાથે ખાસ વાતચીત કરી છે. ગૃહરાજ્યપ્રધાન, DGPની સૂચનાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ચંડોળા તળાવના વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહેતા હતા. તમામની સઘન પૂછપરછ કરાઇ રહી છે. 2024માં 127 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા.127 પૈકી 70 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ ખોટા ડોક્યુમેન્ટને આધારે આઇડી બનાવીને રહેતા હતા. તમામ બાંગ્લાદેશીઓની ટેકિનકલ ડિટેલ કાઢવામાં આવશે.ખોટા ડોક્યુમેન્ટ કોણે બનાવ્યા તેની પણ તપાસ કરાશે.