ભાજપે રીલીઝ કર્યુ ‘નમો’ની રાષ્ટ્ર પ્રત્યેની લાગણીને પ્રતિબિંબિત કરતુ ગીત, ‘સપના નહીં હકીકત વણીએ છીએ, તેથી જ મોદીને પસંદ કરીએ છીએ’
લોકસભા ચૂંટણી ખૂબ જ નજીકમાં છે, ત્યારે ભાજપે તેનું થીમ સોન્ગ રીલીઝ કર્યુ છે.ભાજપે રીલીઝ કરેલા આ ગીતમાં સમગ્ર રાષ્ટ્રની લાગણી પ્રતિબિંબિત થતી જોવા મળી રહી છે. આ ગીતમાં દેશના દરેક ખૂણેથી, વિવિધ પૃષ્ઠભૂમિના લોકો, દરેક ભાષામાં બોલતા એકસાથે એક વાત કરતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારા સપના ઉડાન ભરી ગયા છે.

લોકસભા ચૂંટણી ખૂબ જ નજીકમાં છે, ત્યારે ભાજપે તેનું થીમ સોન્ગ રીલીઝ કર્યુ છે.ભાજપે રીલીઝ કરેલા આ ગીતમાં સમગ્ર રાષ્ટ્રની લાગણી પ્રતિબિંબિત થતી જોવા મળી રહી છે. આ ગીતમાં દેશના દરેક ખૂણેથી, વિવિધ પૃષ્ઠભૂમિના લોકો, દરેક ભાષામાં બોલતા એકસાથે એક વાત કરતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારા સપના ઉડાન ભરી ગયા છે.
ભાજપના આ ગીતમાં રાષ્ટ્રની એકતાને દર્શાવવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને ભાજપે રીલીઝ કરેલા આ ગીતને 12 અલગ-અલગ ભાષાઓમાં ગાવામાં આવ્યું છે અને રાષ્ટ્રની એકતાને દર્શાવવામાં આવી છે. વિવિધતામાં કેવી રીતે ભારતમાં એકતા છે તે જોવા મળી રહ્યુ છે. આ ગીતમાં અંતે હજારો લોકો PM મોદીની એકીકૃત શક્તિનું પ્રતિનિધિત્વ કરતું એક વિશાળ કોલાજ બનાવવા માટે ભેગા થતા જોવા મળે છે.
PMએ તેમના વચનો પૂરા કર્યા હોવાનું દર્શાવવામાં આવ્યુ
પાર્ટી દ્વારા જાહેર કરાયેલા આ ગીતના વીડિયોમાં એ વાતને રેખાંકિત કરવામાં આવી છે કે કેવી રીતે વડાપ્રધાન મોદીએ તેમના વચનો અને લોકોના સપના પૂરા કર્યા છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને BJPએ ચૂંટણી પ્રચાર માટે એક થીમ સોંગ રિલીઝ કર્યું હતું. જેમાં પણ ગીતની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે સપના નહીં હકીકત વણીએ છીએ,તેથી જ મોદીને પસંદ કરીએ છીએ’
#BJP has today released a new song that mirrors the feeling of the entire nation.
The song has been sung in 12 different languages and showcases the people coming together on their diversity while showcasing the essential unity of the nation.
Thousands of people come together… pic.twitter.com/YWvy4XBjZC
— Tv9 Gujarati (@tv9gujarati) April 10, 2024
આ પણ વાંચો- Anant Ambani Birthday : સેલરીની બાબતમાં બહેન ઈશા સાથે અનંત અંબાણીનું કોમ્પીટીશન, જાણો કોની કમાણી વધુ
ગીતમાં લોકોએ મોદીને પસંદ કર્યા બાદની સ્થિતિ દર્શાવાઇ
આ ગીતમાં એવુ દર્શાવવામાં આવ્યુ છે કે વર્ષોથી દેશના હાલ બેહાલ હતા અને વિકાસ ધીમો પડી ગયો હતો, જે પછી દેશના લોકોએ મત આપીને નમો એટલે કે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા. જે પછી નરેન્દ્ર મોદીએ પણ જનતાને આપેલુ વચન પુરુ કર્યુ.ઉન્નત દેશના સપનાએ તે પછી ઉડાન ભરી અને જનહીતમાં હોય તેવો માર્ગ અપનાવીને આગળ વધતા રહ્યા.