માલદીવને ઠેકાણે પાડી દીધું, હવે ચીનના 50 વર્ષ જૂના દોસ્તનો વારો
ચીન નથી ઈચ્છતું કે એશિયાઈ ખંડમાં ભારત પોતાના કરતા મોટી શક્તિ તરીકે ઉભરી આવે. તેથી જ ચીન ભારત વિરોધી એજન્ડા અપનાવીને ભારત સાથે સારા સંબંધો ધરાવતા પડોશી દેશોને પોતાના તરફ આકર્ષવાનો યેનકેન પ્રયાસ કરે છે.
ભારત વિરોધ વલણ અપનાવવાના પરિણામ શું હોઈ શકે તે અનુભવ્યા બાદ, માલદીવ હવે ઠેકાણે આવી ગયું છે. જો કે માલદીવ જેવી જ અક્કડ ચીનના 50 વર્ષ જૂના દોસ્ત એવા મલેશિયા દાખવી રહ્યું છે. મોદી સરકારે જે રીતે માલદીવની શાન ઠેકાણે લાવ્યા છે તેવી જ રીતે હવે મલેશિયાની શાન ઠેકાણે લાવવા માટે મોદી સરકારે હથિયારો તૈયાર કરી દીધા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં મલેશિયા અને ભારત એમ બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે. ખાસ કરીને વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે ભારત સાથેના સંબંધો અંગે સકારાત્મક વલણ અપનાવ્યું છે. ભારત મલેશિયાના સૌથી મહત્વપૂર્ણ વેપારી ભાગીદારોમાંનું એક રાષ્ટ્ર છે અને એવી અપેક્ષા છે કે વડાપ્રધાન અનવર ઈબ્રાહિમની ભારત મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે.
મલેશિયાના વડાપ્રધાન અનવર બિન ઈબ્રાહિમ, પ્રથમ વખત ભારતની મુલાકાતે છે. 3 દિવસની મુલાકાત દરમિયાન તેઓ આવતીકાલ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન ઇબ્રાહિમ તેમની ભારત યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી એસ જયશંકરને પણ મળશે.
વડાપ્રધાન અનવર ઈબ્રાહિમની મુલાકાતથી ભારત અને મલેશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થવાની અપેક્ષા છે. બંને દેશો વચ્ચે મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે, વડાપ્રધાન મોદીએ 2015માં મલેશિયાની લીધેલ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ સુધારવા માટે વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો હતો.
રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે 20 ઓગસ્ટે મલેશિયાના વડાપ્રધાનનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ અનવર ઈબ્રાહિમ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા જશે અને ત્યારબાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
વાસ્તવમાં અનવર ઈબ્રાહિમની આ મુલાકાતને ભારત સાથેના રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાના માર્ગ તરીકે જોવામાં આવી રહી છે. 2019 માં મલેશિયા અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જ્યારે તત્કાલીન મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમ્મદ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરતી વખતે, કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનની હા મા હા કરી દીધી હતી.
જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે. ખાસ કરીને વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે ભારત સાથેના સંબંધો અંગે સકારાત્મક વલણ અપનાવ્યું છે. ભારત મલેશિયાના સૌથી મહત્વપૂર્ણ વેપારી ભાગીદારોમાંનું એક છે અને એવી અપેક્ષા છે કે મલેશિયાના વડા પ્રધાનની મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે.
ભારત-મલેશિયા સંબંધો પર ચીનની નજર!
મલેશિયાના વડાપ્રધાનની ભારત મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે તાજેતરમાં જ ચીન-મલેશિયા વચ્ચે રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થયા છે. ચીન અને મલેશિયા વચ્ચેના વ્યાપારી સંબંધો ઘણા મજબૂત રહ્યા છે, જૂનમાં બંને દેશો 5 વર્ષ માટે આર્થિક અને વેપાર કરારને રિન્યૂ કરવા સંમત થયા હતા. ચીન 2009 થી મલેશિયાનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે, ગયા વર્ષે બંને દેશો વચ્ચે $98.90 બિલિયનનો વેપાર થયો હતો.
જ્યારે, ભારત મલેશિયાના વેપાર ભાગીદારોની ટોચની 10 યાદીમાં પણ આવે છે. પરંતુ જે રીતે ચીન અવારનવાર ભારતના પડોશી દેશોને ઉશ્કેરવાની નીતિ પર કામ કરી રહ્યું છે તે જોતા મલેશિયાની શાન ઠેકાણે લાવવાનો આ એક સારો મોકો છે. ચીન નથી ઈચ્છતું કે એશિયાઈ ખંડમાં ભારત પોતાના કરતા મોટી શક્તિ તરીકે ઉભરી આવે. તેથી જ ચીન ભારત વિરોધી એજન્ડા અપનાવીને ભારત સાથે સારા સંબંધો ધરાવતા પડોશી દેશોને પોતાના તરફ આકર્ષવાનો યેનકેન પ્રયાસ કરે છે.
બીજી તરફ, મલેશિયાના વડાપ્રધાનની ભારત મુલાકાત દરમિયાન ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની આશા છે. મલેશિયા ભારત સાથે ડિજિટલ, ફિનટેક અને સેમિકન્ડક્ટર ક્ષેત્રોમાં ભાગીદારી માટે હાથ લંબાવી શકે છે. આવી સ્થિતિમાં ચીન બંને દેશો વચ્ચે વધતી નિકટતા પર નજર રાખશે તે સ્વાભાવિક છે.
માલદીવ સાથેના સંબંધોમાં સુધારો
ભારતનો પાડોશી દેશ માલદીવ પણ થોડા સમય પહેલા સુધી ચીનના પ્રભાવ હેઠળ ભારતની વિરુદ્ધ હતો, પરંતુ ભારત સરકારના રાજદ્વારી પ્રયાસોને કારણે બંને દેશોના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો છે. તાજેતરમાં જ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની માલદીવ મુલાકાતે, ચીનના કાવતરાનો અંત લાવી દીધો છે. વાસ્તવમાં, UPI પેમેન્ટને લઈને ભારત અને માલદીવ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ કરારથી માલદીવના પ્રવાસન ક્ષેત્ર પર સકારાત્મક અસર પડશે.
એક તરફ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ફરી પાટા પર આવી ગયા છે, તો બીજી તરફ મલેશિયાના વડાપ્રધાન પણ ભારત પ્રત્યે સકારાત્મક વલણ દાખવી રહ્યા છે, એવી અપેક્ષા છે કે આવનારા થોડા વર્ષોમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. દુનિયામાં આ રીતે ભારતનું વધતું વર્ચસ્વ ચીનનો તણાવ વધારી શકે છે.