Jamanagar : વરસાદી પાણીના સંગ્રહનો સફળ પ્રયોગ, ભૂગર્ભ ટાંકામાં પાણીનો સંગ્રહ કરાયો
જામનગર શહેર ભાજપના પુર્વ પ્રમુખ હસમુખ હિંડોચા, જેમણે પોતાના વાંચનના શોખથી જાણ્યુ કે વરસાદી પાણીનો સંગ્રહ શકય છે.. જેની માહિતી મેળવી જેમણે જાણ્યુ કે દરિયાયાકાંઠાના વિસ્તારોમાં અનેક જગ્યાએ આવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના એક મિત્ર અમરેલીમાં પણ વરસાદી પાણીના સંગ્રહનો સફળ પ્રયાસ કર્યો છે
વિશ્વ જળ દિવસના(World Water Day) દિવસે જળસંચય(Water Harvesting)માટે આહવાન કરવામાં આવે છે. ત્યારે કેટલાક સફળ પ્રયાસોથી જળસંચયનો કરીને અન્યને જળસંચય માટે પ્રેરણા આપતા હોય છે. પીવા માટે વરસાદી પાણીને શ્રેષ્ઠ માનવામાં આવે છે.જો આ પાણી આખુ વર્ષ પીવા મળે તે માટે તેનો સંગ્રહ કરવો જરૂરી છે. જામનગરના(Jamnagar)એક પરીવાર વરસાદી પાણીના સંગ્રહ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી અને આખુ વર્ષ વરસાદી પાણીનો ઉપયોગ કરી શકે છે.જામનગર શહેર ભાજપના પુર્વ પ્રમુખ હસમુખ હિંડોચા, જેમણે પોતાના વાંચનના શોખથી જાણ્યુ કે વરસાદી પાણીનો સંગ્રહ શકય છે.. જેની માહિતી મેળવી જેમણે જાણ્યુ કે દરિ યાકાંઠાના વિસ્તારોમાં અનેક જગ્યાએ આવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના એક મિત્ર અમરેલીમાં પણ વરસાદી પાણીના સંગ્રહનો સફળ પ્રયાસ કર્યો છે . જે જાણવા માટે ત્યાં ગયા તેની માહિતી મેળવી પોતે 2012માં તૈયાર કરેલા ના મકાનમાં આ માટેની ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં ભુર્ગભમાં એક પાણીનો ટાંકો તૈયાર કર્યો છે.
પાણીની મીઠાશ અને મિનરલ પણ પુરતા હોવાથી સ્વાસ્થય માટે લાભદાયી
આ મકાનની છત પર ખાસ પાઈપથી ટાંકામાં પાણી આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. જયારે વરસાદ થાય ત્યારે છત પર એકઠુ થયેલુ પાણી ટાંકામાં સંગ્રહ થાય છે. જેના ઉપયોગ માટે ટાંકામાંથી પાણી સિંચન માટે હેન્ડપંપ લગાવવામાં આવ્યો છે.. જે પાણીનો ઉપયોગ આખુ વર્ષ પરીવાર કરે છે.પ્રથમ વરસાદ આવે તે પહેલા છતને સાફ કરવામાં આવે. બાદ પ્રથમ વરસાદના પાણીથી છત અને પાઈપલાઈને સુંદર રીતે સફાઈ કરીને બાદ બીજા વરસાદથી તેનુ પાણીનો છતથી પાઈપલાઈન મારફતે જમીનમાં તૈયાર કરેલા ખાસ ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે. જે વરસાદ આવે તે પહેલા ટાંકાની સંપુર્ણ સફાઈ કરવામાં આવે છે. અને બાદ ટાંકાને હવા અને પ્રકાશ ના આવે તે રીતે કાળજીથી વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. જે પાણીની મીઠાશ અને મિનરલ પણ પુરતા હોવાથી સ્વાસ્થય માટે લાભદાયી રહે છે.
જળસંચયની સાથે પીવાના પાણી સમસ્યા પણ દુર થઈ શકે
નજીવા ખર્ચમાં વરસાદી પાણીના સંગ્રહ માટે વ્યવસ્થા કરવામાં આવી. 15 હજાર લીટરનો ટાંકા તૈયાર કરાવ્યો અને આશરે 8 ઈંચ જેટલો વરસાદ થાય તો બે વર્ષ સુધી વરસાદી પાણીનો ઉપયોગ એક પરીવાર કરી શકે છે.. તેમના પરીવારનુ માનવુ છે. કે આર.ઓ પ્લાન્ટ રાખવાથી પાણીમાં જરૂરી મિનરલનો નાશ થતો હોય છે. જયારે વરસાદી પાણીનો પીવા માટે શ્રેષ્ઠ માને છે.. તેનો જ ઉપયોગ કરે છે. છેલ્લા સાત વર્ષથી રસોઈ અને પીવા માટે વરસાદી પાણીનો જ ઉપયોગ કરે છે.પીવાના પાણી માટે અનેક વિસ્તારોમાં સમસ્યા જોવા મળે છે..ત્યારે દરેક લોકો આ પ્રકારની સવલતોનો ઉપયોગ કરે તો કાયમી વરસાદનુ મીઠુ પાણી લોકોને આખુ વર્ષ મળી શકે ..જળસંચયની સાથે પીવાના પાણી સમસ્યા પણ દુર થઈ શકે.
આ પણ વાંચો : Ahmedabad : બુધવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી થશે વધારો, જાણો વિગતે
આ પણ વાંચો : Bhavnagar : ડુંગળીના મબલખ ઉત્પાદનથી ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા, યોગ્ય ભાવ ન મળતા આર્થિક નુકશાન