Ahmedabad : બુધવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી થશે વધારો, જાણો વિગતે
આ ભાવ વધારો બુધવારથી લાગુ પડશે. જેમાં પેટ્રોલનો ભાવ 95.87 રૂપિયાથી વધી 96.67 રૂપિયા થશે. જયારે ડીઝલનો નવો ભાવ 89.91 રૂપિયાથી વધી 90.73 રૂપિયા થશે. આમ અમદાવાદ શહેરમાં બે દિવસમાં પેટ્રોલના ભાવમાં લીટરે 1.59 રૂપિયાનો વધારો અને ડીઝલના ભાવમાં લીટરે 1.67 રુપિયાનો વધારો ઝીંકાયો છે.
દેશમાં પેટ્રોલ ડીઝલમાં ભાવમાં( Petrol Diesel Price Hike) મંગળવારથી ફરી 137 બાદ વધારાની શરૂઆત થઈ છે. જેના પગલે અમદાવાદ(Ahmedabad) શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો હતો. જયારે હવે બુધવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થવાનો છે. જેમાં પેટ્રોલના ભાવમાં ફરીથી 80 પૈસાનો વધારો અને ડીઝલમાં 82 પૈસાનો વધારો થશે. આ ભાવ વધારો બુધવારથી લાગુ પડશે. જેમાં પેટ્રોલનો ભાવ 95.87 રૂપિયાથી વધી 96.67 રૂપિયા થશે. જયારે ડીઝલનો નવો ભાવ 89.91 રૂપિયાથી વધી 90.73 રૂપિયા થશે. આમ અમદાવાદ શહેરમાં બે દિવસમાં પેટ્રોલના ભાવમાં લીટરે 1.59 રૂપિયાનો વધારો અને ડીઝલના ભાવમાં લીટરે 1.67 રુપિયાનો વધારો ઝીંકાયો છે.
ઓઈલ કંપનીઓએ 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો
ઉલ્લેખનીય છે કે, દેશમાં લાંબા સમય બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો છે. ગયા વર્ષના નવેમ્બર પછી આ પ્રથમ વધારો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે એક લિટર ડીઝલની કિંમત 87.47 રૂપિયા છે.
રાજ્યના ઇંધણ રિટેલર્સએ આજે મંગળવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ 80 પૈસાનો વધારો કર્યો છે. ત્રણ સરકારી ઈંધણ રિટેલર્સ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન ભારતમાં ઈંધણના છૂટક વેચાણ પર પ્રભુત્વ ધરાવે છે અને સાથે સાથે તેમના ભાવમાં વધારો કરે છે.
આ પણ વાંચો : Bhavnagar : ડુંગળીના મબલખ ઉત્પાદનથી ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા, યોગ્ય ભાવ ન મળતા આર્થિક નુકશાન
આ પણ વાંચો : Kheda: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાકી રહેતા કામોને સત્વરે પૂર્ણ કરવા અનુરોધ કરાયો