World Water Day 2022: ગુજરાતમાં જળ સંકટ ચિંતા ઉપજાવનારું, જાણો રાજ્યના જળાશયોમાં શું છે પાણીની સ્થિતિ
ભલે હોશે હોશે આપણે વિશ્વ જળ દિવસની ઉજવણી કરતા હોઇએ. પરંતુ પાણીની વાસ્તવિકતા ચિંતાજનક છે. રાજ્યના મોટાભાગના જળાશયો અડધા જ ભરેલા છે. ગત્ત વર્ષે ઓછા વરસાદથી જળાશયો અધૂરા રહ્યા.
ભલે આજે આપણે વિશ્વ જળ દિવસની (World Water Day 2022) ઉજવણી (Celebration) કરતા હોઈએ, પરંતુ જળ સંકટ (Water crisis) ચિંતા ઉપજાવનારૂ છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે રાજ્યના મોટાભાગના જળાશયો અડધા જ ભરેલા છે. આવા સમયે જો મેઘરાજા રિસાય તો રાજ્યમાં પાણીનો વિકરાળ પ્રશ્ન સર્જાઈ શકે છે. ત્યારે વિશ્વ જળ દિવસ નિમિત્તે આવો જોઈએ રાજ્યમાં જળની શું સ્થિતિ છે.
આજે વિશ્વ જળ દિવસ છે. વિશ્વમાં પાણીના ઉપયોગ સામે તેની સાચવણી એક મોટો પ્રશ્ન છે. ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ આજે વિશ્વ જળ દિવસે ટ્વીટ કરીને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ કે પાણીને બચાવવાની જવાબદારી આપણા સૌની છે.
આવનારી પેઢીની પાણીની જરુરિયાતને પરિપૂર્ણ કરવાની જવાબદારી વર્તમાન પેઢીના ખભે છે.પાણી વિશ્વાસ છે અને વિકાસનો પ્રવાહ પણ છે.પાણી બચાવવા માટે કરેલો એક નાનો પ્રયાસ પણ પ્રશંસાને પાત્ર છે.#WorldWaterDay2022 pic.twitter.com/VZBd3MtiId
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 22, 2022
ભલે હોંશે હોંશે આપણે વિશ્વ જળ દિવસની ઉજવણી કરતા હોઈએ. પરંતુ પાણીની વાસ્તવિકતા ચિંતાજનક છે. રાજ્યના મોટાભાગના જળાશયો અડધા જ ભરેલા છે. ગત્ત વર્ષે ઓછા વરસાદથી જળાશયો અધૂરા રહ્યા. ત્યારે ચાલુ વર્ષે પણ જો ઓછો વરસાદ વરસે તો પાણીની પારાયણ વિકટ બની શકે છે. રાજ્યમાં 183 ડેમમાં 70 ટકાથી ઓછુ પાણી છે તો 5 ડેમમાં 90 ટકાથી વધુ પાણી છે. ત્યારે ગત્ત વર્ષની સરખામણી કરીઓ તો આ પાણી 10 ટકા ઓછુ છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી જરૂર મુજબ પાણી લેવાઈ રહ્યું છે અને હાલ નર્મદા ડેમ અડધો જ ભરેલો છે. રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 17.19 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 55.14 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.51 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે કચ્છના 20 ડેમમાં 22.49 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 52.67 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
આમ રાજ્યના 206 ડેમમાં સરેરાશ 50 ટકા પાણી ઉપલબ્ધ છે. એક રિપોર્ટ મુજબ હાલ રાજ્યના જળાશયોમાં 9 હજાર 858.74 MCM પાણીનો જથ્થો છે. જે 31 મે સુધીમાં 6,435.56 MCM રહેવાનો અંદાજ છે. જોકે સૌથી કફોડી સ્થિતિ ઉત્તર ગુજરાતના વિસ્તારોની છે. વિશ્વ જળ દિવસે જળાશયોમાં જળની સ્થિતિના આંકડા ચિંતાનું કારણ બની શકે છે. ત્યારે આવો આજના દિવસે જળનું મહત્વ સમજીએ જળનું જતન કરીએ અને સંભવિત જળ સંકટને દૂર કરીએ.
આ પણ વાંચો- Ahmedabad: CERCના સર્વેમાં બહાર આવી વિગતો, ડિજિટલ લેવડ દેવડમાં ગ્રાહકોને પડે છે મુશ્કેલી