Eid-ul-Fitr 2024: ઇદ આજે કે કાલે ? જાણો ગુજરાતમાં ક્યારે થશે ઉજવણી

Eid-ul-Fitr 2024 Moon Sighting: દુનિયાભરમાં ઈદની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દેશના કેટલાક રાજ્યોમાં ઇદ ગુરુવારે તો કેટલાક રાજ્યોમાં 10 એપ્રિલ (બુધવાર)ના રોજ ઉજવવામાં આવશે.ભારતમાં, રમઝાનનો 30મો અને છેલ્લો ઉપવાસ શવ્વાલ આ દિવસે રાખવામાં આવશે.

Eid-ul-Fitr 2024: ઇદ આજે કે કાલે ? જાણો ગુજરાતમાં ક્યારે થશે ઉજવણી
Eid
Follow Us:
| Updated on: Apr 10, 2024 | 9:23 AM

Eid-ul-Fitr 2024 Moon Sighting: ભારતમાં 11 એપ્રિલ 2024ના રોજ એટલે કે આવતા ગુરુવારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવશે. દુનિયાભરમાં ઈદની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભારતમાં, રમઝાનનો 30મો અને છેલ્લો ઉપવાસ શવ્વાલ મહિનાની શરૂઆતના એક દિવસ પહેલા 11 એપ્રિલે રાખવામાં આવશે.

દિલ્હીની જામા મસ્જિદ અને ફતેહપુરી મસ્જિદના ઈમામે મંગળવારે (9 એપ્રિલ) કહ્યું કે આજે શવ્વાલનો ચાંદ દેખાયો નથી. તેમણે જાહેરાત કરી હતી કે ગુરુવારે ભારતમાં ઈદની ઉજવણી કરવામાં આવશે. જો કે, દેશના કેટલાક રાજ્યોમાં તે ગુરુવારે નહીં, પરંતુ 10 એપ્રિલ (બુધવાર)ના રોજ ઉજવવામાં આવશે.

કેરળ અને લદ્દાખમાં બુધવારે મનાવવામાં આવશે

કેરળ અને લદ્દાખમાં ઈદ ગુરુવારના બદલે બુધવારે મનાવવામાં આવશે. આ રાજ્યોમાં સાઉદી અરેબિયા અનુસાર ઈદની ઉજવણી કરવામાં આવે છે. મનોરમાના એક અહેવાલ અનુસાર, કેરળના કોઝિકોડના મુખ્ય કાઝી સફિર સકાફી, કાઝી મોહમ્મદ કોયા જમામુલ લૈલી અને કેરળ હલાલ સમિતિના અધ્યક્ષ એમ મોહમ્મદ મદનીએ આની જાહેરાત કરી. અહીં મુસ્લિમ સમુદાયના લોકોએ જકાત તરીકે ગરીબોને ચોખાનું વિતરણ કર્યું હતું.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આવતીકાલે સવારે ઈદની નમાઝ અદા થશે

જમ્મુ-કાશ્મીરમાં પણ આવતીકાલે ઈદની ઉજવણી કરવામાં આવશે. કાશ્મીરના ગ્રાન્ડ મુફ્તી નસીર-ઉલ-ઈસ્લામે જાહેરાત કરી કે અહીં પણ શવ્વાલનો ચાંદ જોવા મળ્યો છે. લદ્દાખમાં જમિયત ઉલ ઉલમા ઈસ્ના અશરિયા (કારગિલ) એ પણ 10 એપ્રિલે ઈદ મનાવવાની જાહેરાત કરી છે. હુજતાઉલ ઈસ્લામ આગા શેખ રઝા રિઝવાની અને હલાલ કમિટીના અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે 9 એપ્રિલે ઘણી જગ્યાએ ઈદનો ચાંદ જોવા મળશે. આના આધારે તેમણે 10મી એપ્રિલે ઈદ ઉલ ફિત્રનો તહેવાર મનાવવાની જાહેરાત કરી હતી. લદ્દાખમાં બુધવારે સવારે 10 વાગ્યે ઈદની નમાજ અદા કરવામાં આવશે.

ભારતના અન્ય ભાગોમાં 11 એપ્રિલે ઈદની ઉજવણી કરવામાં આવશે

લખનૌની મરકાજી ચાંદ કમિટીએ જણાવ્યું કે મંગળવારે (9 એપ્રિલ) ઈદનો ચાંદ દેખાતો નહોતો. મુસ્લિમ ધર્મગુરુ ઈદગાહ ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ જાહેરાત કરી હતી કે આજે ચાંદ ન દેખાતાં ઈદ હવે 11 એપ્રિલે મનાવવામાં આવશે.

ઈદ ઉલ ફિત્રને લઈને ભારતના તમામ બજારોમાં ઉત્સાહ છે. મુસ્લિમ સમુદાયના લોકો કપડાથી લઈને બાળકો માટે ગિફ્ટ્સ સુધીની દરેક વસ્તુ માટે મોટાપાયે ખરીદી કરી રહ્યા છે. દેશભરમાં ઈદ ઉલ ફિત્રને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">