Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : અમેરિકાના રસ્તાઓ પર નીકળ્યું Baba Ka Bulldozer, ન્યૂ જર્સી ભારત ઝિંદાબાદના નારાથી ગુંજી ઉઠ્યું

હાલમાં સોશિયલ મીડિયામાં બાબા કા બુલડોઝરનો ( Baba Ka Bulldozer) વીડિયો ભારે વાયરલ (Viral Video) થયો છે. આ બુલડોઝરના રસ્તાઓ પર ચાલ્યુ હતુ.

Viral Video : અમેરિકાના રસ્તાઓ પર નીકળ્યું Baba Ka Bulldozer, ન્યૂ જર્સી ભારત ઝિંદાબાદના નારાથી ગુંજી ઉઠ્યું
Viral Video Baba Ka BulldozerImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 11:52 PM

ભારતે આ વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી હતી. 15 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ભારતીયોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. ભારત સહિત અને દેશોમાં ત્રિરંગો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. દેશના નદી પરના ડેમ, ઐતિહાસિક સમારકો, ઈમારાતો અને અવકાશમાં સ્પેશ સ્ટેશન પણ ત્રિરંગાના રંગે રંગાયુ હતુ. લોકો અનોખી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હાલમાં સોશિયલ મીડિયામાં બાબા કા બુલડોઝરનો ( Baba Ka Bulldozer) વીડિયો ભારે વાયરલ (Viral Video) થયો છે. આ બુલડોઝરના રસ્તાઓ પર ચાલ્યુ હતુ.

આ વાયરલ વીડિયો અમેરિકાના ન્ચૂજર્સીનો છે. આ વીડિયોમાં અમેરિકાના રસ્તાઓ પર એક બૂલડોઝર દેખાય રહ્યુ છે. તેના પર મુખ્યમંત્રી યોગી અને  વડાપ્રધાન મોદીનો ફોટો પણ જોવા મળી રહ્યો છે.ભારતીય સમુદાયે અમેરિકાના ન્યૂજર્સીમાં તિરંગા યાત્રા પણ કાઢી હતી. આમાં ‘બાબાનું બુલડોઝર’ પણ બહાર કાઢવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીની સરકારમાં ગુનેગારોની સંપત્તિ પર ચાલતું બુલડોઝર અમેરિકામાં પણ લોકપ્રિય બન્યું છે. ત્યા પણ લોકો રસ્તાઓ પર બાબાનું બુલડોઝર ચલાવીને રેલી કાઢી રહ્યા છે. તિરંગા યાત્રા દરમિયાન લોકોએ બુલડોઝર ચલાવીને આઝાદીની ઉજવણી કરી હતી.

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

ન્યુ જર્સીના રસ્તાઓ પર લોકોએ બાબાના બુલડોઝર સાથે મોટી રેલી કાઢી હતી. જેમાં ત્યાં રહેતા ભારતીય સમુદાયે પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તેનો વીડિયો અને ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ દરમિયાન ન્યૂ જર્સીની સડકો પર સીએમ યોગી ઝિંદાબાદ અને બુલડોઝર બાબા ઝિંદાબાદના નારા સંભળાયા હતા.ન્યુ જર્સીના એડિશન ટાઉનશીપમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. સ્વતંત્રતા દિવસે આ બધાએ મળીને ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું.

આ રહ્યો Baba Ka Bulldozer નો વાયરલ વીડિયો

blockquote class=”twitter-tweet”>

અમેરિકાના રસ્તાઓ પર નીકળ્યુ “બાબાનું બુલડોઝર ” !#America #NewJersey #babakabuldozar pic.twitter.com/7HuC7x7Agc

— Tv9 Gujarati (@tv9gujarati) August 17, 2022

આ વાયરલ વીડિયો અમેરિકાના ભારતીય સમાજના લોકો એ શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરી રહ્યા છે. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કદાચ અમેરિકાના રસ્તાઓ પર ભારતીયોએ આવી અનોખી ઉજવણી પહેલીવાર થઈ હશે.

g clip-path="url(#clip0_868_265)">