Viral Video : પગ લપસી ગયો અને દાદા પડ્યા ગટરમાં, રુવાટા ઉભા કરી દેતો વીડિયો થયો વાયરલ
એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો ક્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો તમારા રુવાટા ઊભા કરી દેશે.
વરસાદ પોતાની સાથે અને સમસ્યાઓ લઈને આવે છે. વરસાદને કારણે રસ્તા પર ગંદકી વધી જાય છે, વધારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાવવાને કારણે ટ્રાફિકજામ થાય છે અને અતિભારે વરસાદ પડે તો જનજીવનને અસ્તવ્યસ્ત થઈ જાય છે. લોકોના ઘર ડૂબી જાય છે. વરસાદ જાણે લોકો માટે એક આફત બની જાય છે. ચોમાસાની ઋતુમાં (Monsoon) વરસાદના પાણીના નીકાલ માટે ઘણીવાર ગટર ખુલી રાખવી પડે છે, વરસાદના પાણીને કારણે ઘણીવાર લોકોને ખુલી ગટર દેખાતી નથી અને તેઓ ગટરમાં પડે છે. કેટલીકવાર લોકોના જીવ બચી જાય છે. અને કેટલીકવાર લોકોને જીવ પણ ગુમાવો પડે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો ક્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો તમારા રુવાટા ઊભા કરી દેશે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વડીલ ટ્રાફિકમાં ઉભેલા સ્કૂટી ચાલકને છોડીને રસ્તાના ફૂટપાથ તરફ જઈ રહ્યો છે. વરસાદને કારણે ભારે માત્રામાં આપી રસ્તામાં ભરાયેલુ છે અને ગટર તરફ જઈ રહ્યુ છે. આ વડીલ પાણીમાં પગ મુકીને આગળ વધી રહ્યા છે. તે જ સમયે તેમનો પગ લપશે છે, બેલેન્સ બગડે છે અને તે સીધા જ ગટરમાં પડે છે. આ જોઈ આજુબાજુના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાય છે.
કેટલાક લોકો તરત જ તે વડીલને બચાવવા માટે વહેતા પાણીમાં જઈ ગટરમાં હાથ નાખી તે વડીલને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે.પણ સફળતા મળતી નથી. કેટલાક લોકોએ સમજશકિત વાપરી વહેતા પાણીની ગટરના ખુલ્લા ભાગમાં વડીલને શોધવાનો પ્રયત્ન કર્યો અને તેમને સફળતા મળી. જોઈ શકાય છે કે તે વડીલ બેભાન અને લોકો તેમના શરીરમાંથી પાણી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઘટનાને કારણે તે વડીલને ઘણી ઈજા પણ થઈ છે. વીડિયોની શરુઆતમાં જોઈ શકાય છે કે તેઓ નશાની હાલતમાં છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
View this post on Instagram
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધારે યુઝર ધરાવતા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર coach_manjunath_kickboxer નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ખુબ જ ડરામણો છે. અને અત્યંત ચોંકાવનારો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે. સોશિયલ મીડિય યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
મોટા ભાગના લોકો ભગવાનનો આભાર માને છે કે તેમણે આ વડીલને જીવિત રાખ્યા. યુઝર્સ એ લોકોનો પણ આભાર માની રહ્યા છે જેમણે આ વડીલને બચાવવાનો પ્રયત્ન કર્યો. કેટલાક લોકો વરસાદમાં અને પાણી ભરાવવાની સ્થિતિમાં પૂરે પૂરી સાવધાની રાખવાની સલાહ પણ આપી રહ્યા છે.