ઈન્ડોનેશિયામાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતા

ઈન્ડોનેશિયાના સુલાવેસીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ બુધવારે જણાવ્યું હતું કે, ઇન્ડોનેશિયાના સુલાવેસી ક્ષેત્રમાં 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 145 કિલોમીટરની ઊંડાઈએ હતું.

ઈન્ડોનેશિયામાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતા
Earthquake in Indonesia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 7:48 AM

ઈન્ડોનેશિયાના સુલાવેસીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ બુધવારે જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાના સુલાવેસી ક્ષેત્રમાં 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 145 કિલોમીટરની ઊંડાઈએ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સોમવારે પણ ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

સોમવારે પણ ભૂકંપ આવ્યો હતો

આ પહેલા ગત સોમવારે સવારે ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, જોકે જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી.

ભૂકંપ 37 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો

સોમવારના રોજ આવેલ ભૂકંપને લઈને યુએસ જિયોલોજિકલ સર્વેએ પોતાની વેબસાઈટ પર અપડેટમાં જણાવ્યું છે કે, ભૂકંપ ઈન્ડોનેશિયાના સિંગકિલ શહેરથી 40 કિમી દક્ષિણ પૂર્વમાં આવ્યો હતો. ભૂકંપ 37 કિલોમીટરની ઉંડાઈએ નોંધાયો હતો. હજુ સુધી દેશમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં 17,000 થી વધુ નાના મોટા ટાપુઓ આવેલ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વર્ષ 2021માં સેંકડો લોકો માર્યા ગયા હતા

અહી એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, નવેમ્બર 2021માં ઇન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 331 લોકોના મોત થયા હતા અને પશ્ચિમ જાવાના સિઆનજુર શહેરમાં લગભગ 600 લોકો ઘાયલ થયા હતા. સુલાવેસીમાં 2018 માં ભૂકંપ અને સુનામી પછી તે ઇન્ડોનેશિયામાં સૌથી ભયંકર ભૂકંપ હતો. જેમાં લગભગ 4,340 લોકો માર્યા ગયા હતા. 2004 માં એક અત્યંત શક્તિશાળી હિંદ મહાસાગરના ભૂકંપને કારણે સુનામી સર્જાઈ હતી. જેમાં ઇન્ડોનેશિયા સહિત ડઝન દેશોમાં 230,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">