Earthquake: હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા મપાઈ
હિમાચલ પ્રદેશના ધર્મશાલાની પાસે શનિવારે સવારે ભૂંકપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ સવારે 5.17 વાગ્યે અનુભવાયો. રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ છે. ધર્મશાલાથી 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.
હિમાચલ પ્રદેશના ધર્મશાલાની પાસે શનિવારે સવારે ભૂંકપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ સવારે 5.17 વાગ્યે અનુભવાયો. રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ છે. ધર્મશાલાથી 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. અત્યાર સુધી કોઈ જાનમાલને નુકસાન થવાની માહિતી સામે આવી નથી. જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશનો પશ્ચિમી ભાગ ભૂકંપના પાંચમાં ઝોનમાં આવે છે. આ વિસ્તારમાં ભૂકંપથી તબાહીની આશંકા વધારે રહે છે.
An earthquake with a magnitude of 3.2 on the Richter Scale hit 22km East of Dharamshala, Himachal Pradesh at 5:17 am today: National Centre for Seismology pic.twitter.com/WPj0JWi47y
— ANI (@ANI) January 14, 2023
મીડિયા રિપોર્ટ મુજબ આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ સિવાય જમ્મૂ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી હતી. આ દરમિયાન રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 મપાઈ હતી. મળતી માહિતી મુજબ તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિન્દુ કુશ વિસ્તાર હતો. આ પહેલા પણ દિલ્હી એનસીઆરમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા.
મેઘાલયના નોંગપોહમાં ભૂકંપ આવ્યો હતો
રિપોર્ટ મુજબ નવા વર્ષના પહેલા દિવસે પણ દેશમાં અલગ અલગ સમય પર ભૂકંપ આવ્યો હતો. એક જાન્યુઆરીએ મોડી રાત્રે 11.28 વાગ્યે મેઘાલયના નોંગપોહમાં ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા પણ 3.2 મપાઈ હતી. ત્યારે ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંગપોહમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું.
આ પણ વાંચો: Joshimath crisis: જોશીમઠની જમીન કેમ ધસી રહી છે? તમામ પહાડી વિસ્તારના શહેરનો અભ્યાસ કરવામાં આવશે
ઉત્તરાખંડના ઉત્તરકાશીથી લઈ નેપાળ સુધી ભૂકંપના આંચકા
ત્યારે આ પહેલા 27-28 ડિસેમ્બર 2022ની રાતે ઉત્તરાખંડના ઉત્તરકાશીથી લઈ નેપાળ સુધી અઢી કલાકની અંદર ઘણી વખત ભૂકંપના ઝટકા આવ્યા હતા. ભૂકંપનો પ્રથમ ઝટકો નેપાળના બાગલુંગ જિલ્લામાં અનુભવાયો હતો. ત્યારબાદ ખુંગાની આસપાસ 5.3ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો.
પાંચમો ઝોન સૌથી ખતરનાક
ભારતીય માનક બ્યુરો (BIS)એ પાંચમાં ઝોનમાં જમ્મૂ અને કાશ્મીરનો ભાગ (કાશ્મીર ઘાટી), હિમાચલ પ્રદેશનો પશ્ચિમી વિસ્તાર, ઉત્તરાખંડનો પૂર્વ ભાગ, ગુજરાતમાં કચ્છનું રણ, ઉત્તર બિહારનો ભાગ, ભારતના તમામ પૂર્વોતર રાજ્ય, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહને રાખ્યા છે.
બીઆઈએસ અનુસાર દેશનો 59 ટકા ભાગ ભૂકંપ રિસ્ક ઝોનમાં આવે છે. ત્યારે પાંચમાં ઝોનને સૌથી વધારે ખતરનાક અને સક્રિય માનવામાં આવે છે. આ ઝોનમાં આવનારા રાજ્યો અને વિસ્તારોમાં તબાહીની આશંકા સૌથી વધારે હોય છે.