Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin B12 ઉણપને કારણે શરીરમાં દેખાવા લાગે છે આ 5 લક્ષણો, મોઢામાં છાલા પણ લક્ષણોમાં છે સામેલ

Vitamin B12 Deficiency:શરીર માટે સૌથી જરૂરી વિટામિનમાંનું એક વિટામિન B12 છે. અહીં જાણો આ વિટામિનની ઉણપથી શરીર પર કેવી અસર થાય છે.

Vitamin B12 ઉણપને કારણે શરીરમાં દેખાવા લાગે છે આ 5 લક્ષણો, મોઢામાં છાલા પણ લક્ષણોમાં છે સામેલ
Vitamin B12
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 10:33 AM

Vitamin B12: B વિટામિનની ગણતરીમાં B 12 વિટામિન્સ સૌથી જરૂરી છે, મગજના સ્વાસ્થ્ય, લાલ રક્ત કોશિકાઓ અને ચેતા પેશીઓ માટે આ વિટામિન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે શરીર વિટામિન B12 ને યોગ્ય રીતે શોષી શકતું નથી, ત્યારે શરીરમાં વિટામિન B12 ની ઉણપ થાય છે. વિટામીન B12 ની ઉણપને કારણે શરીરમાં વિવિધ લક્ષણો(Symptoms) અને ચિહ્નો દેખાવા લાગે છે, જેને સમયસર ઓળખવાની જરૂર છે જેથી આ ઉણપને દૂર કરી શકાય. તમારામાં વિટામીન B12 ની ઉણપ નથી તો કેવી રીતે જાણી શકાય.

આ પણ વાંચો :Rajiv Dixit Health Tips: વિટામીન B-12ની ઉણપને દૂર કરવા રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

વિટામિન B12 ની ઉણપના લક્ષણો | Vitamin B12 Deficiency Symptoms

વિટામિન B12 ની ઉણપ શરીર પર ઘણી રીતે અસર કરે છે. શરીરમાં વિટામીન B12 ની ઉણપ મગજ પર અસર કરવા લાગે છે. શરીર આ વિટામિનમાંથી એનર્જી બનાવે છે જે શરીરને દિવસભર કાર્યરત રાખવા માટે જરૂરી છે. આ સિવાય વિટામિન B12 હૃદયની સમસ્યાઓથી બચાવે છે. આ વિટામિનથી હાડકાં મજબૂત રહે છે અને તે સેરોટોનિન બનાવે છે જે મૂડને સારો રાખે છે. આ વિટામિનની ઉણપને ઓળખવા માટે, શરીરમાં દેખાતા કેટલાક લક્ષણો અને સંકેતો પર ધ્યાન આપી શકાય છે.

ઘરમાં સફેદ કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો

ટોમિન B12 ના અભાવે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. શરીરમાં ઉર્જાનો અભાવ છે.

  • માથામાં દુખાવો થાય છે
  • હાડકાં નબળાં થઈ જાય છે
  • અપચોની સમસ્યા
  • આંખોની દૃષ્ટિને અસર થવાથી વસ્તુઓ અસ્પષ્ટ દેખાવાનું શરૂ થઈ શકે છે
  • મોં અને જીભમાં ચાંદા પણ વિટામિન B12ની ઉણપમાં સામેલ છે
  • ઝાડા થઈ શકે છે
  • આ વિટામિનની ઉણપને કારણે ભુખ ન લાગવા જેવી સમસ્યા થાય છે

આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને વિટામિન B12 ની ઉણપને પણ દૂર કરી શકાય છે. મશરૂમને આહારનો ભાગ બનાવી શકાય છે. તેમાં સારી માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ જોવા મળે છે. આ સિવાય બટેટા, સૅલ્મોન ફિશ અને બીટરૂટ પણ ખાઈ શકાય છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગે સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">