30 વર્ષની ઉંમરે ઘૂંટણમાંથી આવવા લાગ્યો કટ-કટનો અવાજ, તો આ રીતે દૂર કરો

નાની ઉંમરમાં ઘૂંટણ કે સાંધામાંથી અવાજ આવવો એ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘૂંટણ ( knee)માં કટ-કટના અવાજને અવગણવાને બદલે તેને કુદરતી રીતે વધારવા પર ધ્યાન આપવું જોઈએ. જાણો કેટલીક અસરકારક પદ્ધતિઓ વિશે.

30 વર્ષની ઉંમરે ઘૂંટણમાંથી આવવા લાગ્યો કટ-કટનો અવાજ, તો આ રીતે દૂર કરો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 9:53 AM

ઉંમર વધવાની સાથે શરીરમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. આવું થવું સામાન્ય છે પરંતુ કેટલીકવાર આ સમસ્યાઓ નાની ઉંમરમાં પણ અસર કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, હાર્ટ એટેક (Heart attack)જેવી સમસ્યાઓ ભારતમાં લોકોને નાની ઉંમરે વધુ અસર કરી રહી છે. આ સિવાય 30 વર્ષની ઉંમરે ઘૂંટણમાં દુખાવો અથવા તો કટ-કટનો અવાજ આવવા લાગે છે. તેને સામાન્ય માનીને અવગણવું ભવિષ્યમાં ખૂબ જ ભારે પડી શકે છે. નાની ઉંમરમાં હાડકાંમાં આ પ્રકારની સમસ્યા ખૂબ જ ચોંકાવનારી હોય છે.

ચાલો અમે તમને જણાવીએ કે તમે તમારા ઘૂંટણમાં ઘટેલી ગ્રીસને કુદરતી રીતે કેવી રીતે વધારી શકો છો.

ઘૂંટણમાંથી અવાજ કેમ આવે છે

એક જમાનામાં વૃદ્ધોના ઘૂંટણ કે સાંધામાં દુખાવાની ફરિયાદ રહેતી હતી. પરંતુ હવે તેનાથી યુવાનોને પણ પરેશાની થવા લાગી છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે ઘૂંટણમાં ઓછી ગ્રીસ હોય છે ત્યારે દુખાવો કે કટ-કટનો અવાજ આવવા લાગે છે. શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે આવું થાય છે. ગ્રીસ ઓછી થવાને કારણે માત્ર અવાજ જ નહીં પણ બેસવામાં કે સૂવામાં પણ તકલીફ થાય છે. ગ્રીસ વધારવા માટે લોકો દવા અથવા તો ઈન્જેક્શનનો સહારો લે છે. પરંતુ તે કુદરતી રીતે પણ વધારી શકાય છે.

નવા વર્ષમાં આ જાણીતી એક્ટ્રેસની તસવીરો થઈ વાયરલ, જુઓ
ભારતનું એવું રેલવે સ્ટેશન જ્યાં ઉતરીને ચાલતા વિદેશ જવાશે
Neem Karoli Baba : વ્યક્તિનું ભાગ્ય બદલતા પહેલા મળે છે આ 5 શુભ સંકેતો, જાણો
PI ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
આ સ્ટાર કિડ્સ બોલિવુડમાં ડેબ્યુ કરશે, જુઓ ફોટો
ટેસ્ટ મેચમાં ખેલાડીઓ સફેદ કપડા જ કેમ પહેરે છે?

આ વસ્તુઓને હેલ્ધી ડાયટમાં સામેલ કરો

સ્વસ્થ રહેવા માટે ભોજનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હેલ્ધી ડાયટની દિનચર્યાને ફોલો કરો પરંતુ જરૂરી નથી કે તેમાં તમામ મિનરલ્સ કે વિટામિન્સ સામેલ હોય. ઓમેગા-3 ફેટી એસિડવાળી વસ્તુઓ ખાવાની ટેવ પાડો. આ પોષક તત્વો સિવાય એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાક પણ લો. ઘૂંટણમાં ગ્રીસ વધારવા માટે તમે અખરોટ ખાઈ શકો છો. પરંતુ આ પણ મર્યાદામાં ખાઓ.

કેલ્શિયમનું સેવન કરો

એકવાર શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જાય તો પછી તેને પૂરી કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. કુદરતી રીતે કેલ્શિયમની સપ્લાય કરવા માટે ડેરી ઉત્પાદનો ખાઓ, પરંતુ ધ્યાન રાખો કે તમારે ફુલ ક્રીમથી બનેલી વસ્તુઓનું વધુ પડતું સેવન કરવાની જરૂર નથી. આ સિવાય વિટામિન ડીના સેવન માટે થોડો સમય તડકામાં બેસો.

સપ્લિમેન્ટ્સની મદદ લો

જો તમારી પાસે સમય નથી, તો તમે ડૉક્ટરની સલાહ પર સપ્લીમેન્ટ્સ પણ લઈ શકો છો. ઓમેગા-3 ફેટી એસિડ, કોલેજન અને એમિનો એસિડ ધરાવતી સપ્લીમેન્ટ્સનો નિયમિતમાં સમાવેશ કરી શકાય છે. તેમની મદદ લેતા પહેલા ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ જરૂર લો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો
રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો
સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video
સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video
ભાવનગરમાં વર્ષોથી શાસ્ત્રીબ્રિજ અધૂરો છતા ત્રણ નવા બ્રિજની જાહેરાત
ભાવનગરમાં વર્ષોથી શાસ્ત્રીબ્રિજ અધૂરો છતા ત્રણ નવા બ્રિજની જાહેરાત
વિંછીયા ઘનશ્યામ રાજપરા હત્યા કેસ: 3 દિવસ બાદ પણ ન સ્વીકાર્યો મૃતદેહ
વિંછીયા ઘનશ્યામ રાજપરા હત્યા કેસ: 3 દિવસ બાદ પણ ન સ્વીકાર્યો મૃતદેહ
સુરત: દબાણ ખાતા અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલ
સુરત: દબાણ ખાતા અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલ
ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડ સામે 15 દર્દીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર
ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડ સામે 15 દર્દીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર
પોલીસે પાટીદાર દીકરીનું સરઘસ કાઢી બદનામ કરી- પ્રતાપ દૂધાત
પોલીસે પાટીદાર દીકરીનું સરઘસ કાઢી બદનામ કરી- પ્રતાપ દૂધાત
ગુજરાતમાં વધુ 9 મહાનગરપલિકા જાહેર, રાજ્યમાં કુલ 17 મ્યુ. કોર્પો. બન્યા
ગુજરાતમાં વધુ 9 મહાનગરપલિકા જાહેર, રાજ્યમાં કુલ 17 મ્યુ. કોર્પો. બન્યા
રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં નથી આપી રહ્યો સહકાર - CID ટીમ
રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં નથી આપી રહ્યો સહકાર - CID ટીમ
Surendranagar : અંદાજિત 1 લાખ હેક્ટર જમીન પર જીરુનો પાક બગડ્યો
Surendranagar : અંદાજિત 1 લાખ હેક્ટર જમીન પર જીરુનો પાક બગડ્યો
g clip-path="url(#clip0_868_265)">